આમચી મુંબઈમહારાષ્ટ્ર

…તો બદલાશે બોમ્બે હાઈ કોર્ટનું નામ?

મુંબઈ: ‘બોમ્બે હાઈ કોર્ટ’નું નામ બદલીને ‘મુંબઈ હાઈ કોર્ટ’ કરવાનો મુદ્દો સંસદમાં ઉઠાવવામાં આવ્યો હતો. શું સરકાર રાજ્યસભામાં દેશની કેટલીક હાઈ કોર્ટનું નામ બદલવાની દરખાસ્ત કરી રહી છે? એવો પ્રશ્નના જવાબમાં કેન્દ્રીય કાયદાપ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે ‘બોમ્બે હાઈ કોર્ટ’નું નામ બદલીને ‘મુંબઈ હાઈ કોર્ટ’ કરવાના પ્રસ્તાવને મહારાષ્ટ્ર સરકાર, ગોવા સરકાર અને બોમ્બે હાઈ કોર્ટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે.

આમ છતાં મદ્રાસ હાઈ કોર્ટનું નામ બદલીને ‘તમિલનાડુ હાઈ કોર્ટ’ અને કલકત્તા હાઈ કોર્ટનું નામ બદલવાની મંજૂરી ત્યાંની રાજ્ય સરકાર અને હાઈ કોર્ટ તરફથી મળી નથી.શું કેન્દ્ર સરકાર આ અંગે કાયદો લાવશે? એવો પ્રશ્ન પૂછાતાં કેન્દ્રીય કાયદા મંત્રાલયે તેના પર કાયદો લાવવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

‘બોમ્બે હાઈ કોર્ટ’નું નામ બદલીને ‘મુંબઈ હાઈ કોર્ટ’ કરવાને લઈને સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી હતી. મહારાષ્ટ્ર વી.પી. પાટીલે આ અંગે જાહેર હિતની અરજી (પીઆઈએલ) દાખલ કરી હતી, પરંતુ જસ્ટિસ અનિરુદ્ધ બોઝ અને જસ્ટિસ વિક્રમ નાથની બેન્ચે અરજી ફગાવી દીધી હતી.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
તમે પણ જાણી લો Income Tax બચવવાની તરકીબો! Cannes : ફેસ્ટિવલમાં Aishwaryaના ગ્લેમર લુકસ Unlocking Good Fortune: Mohini Ekadashi પર બની રહ્યો છે દુર્લભ યોગ, આ રાશિના જાતકોના શરૂ થશે અચ્છે દિન… સુનીલ છેત્રી (Sunil Chhetri)ની નિવૃત્તિને પગલે ભારતના ફૂટબૉલ લેજન્ડ્સ (India Football Legends) વિશે જાણીએ…