આમચી મુંબઈમહારાષ્ટ્ર

…તો મેટ્રો-થ્રીના પ્રવાસમાં મોબાઈલના કનેક્શનમાં મુશ્કેલી ઊભી થશે નહીં, જાણો કઈ રીતે?

મુંબઈ: મુંબઈની લોકલ ટ્રેન હોય કે પછી મેટ્રોમાં પ્રવાસ વખતે મોબાઈલના નેટવર્ક ખંડિત થવાની સમસ્યા ઊભી થતી હોય છે, પરંતુ આગામી દિવસોમાં મુંબઈમાં નવી નિર્માણ થનારી મેટ્રો-થ્રીમાં આ પ્રકારની સમસ્યાનો ભોગ પ્રવાસીઓને બનવું પડશે નહીં.

મેટ્રોમાં પ્રવાસ કરતી વખતે મોબાઇલ નેટવર્ક વીક કે સાવ જતું રહેવાને કારણે પ્રવાસીઓને વિવિધ કામકાજ કરવામાં તકલીફ પડતી હોય છે, જ્યારે મેટ્રો સ્ટેશન પર ટિકિટ માટે ડિજિટલ મધ્યમ દ્વારા પૈસાની ચુકવણી પણ સ્લો ઇન્ટરનેટને લીધે અટકી જાય છે. જોકે પ્રવાસીઓની આ સમસ્યાને ઉકેલવા માટે મુંબઈ મેટ્રો રેલવે કોર્પોર્શન (MMRC) દ્વારા તેની સમસ્યાનો ઉકેલ શોધી કાઢવામાં આવ્યો છે.

એમએમઆરસી દ્વારા સાઉદી અરબની એક ખાનગી કંપની સાથે મળીને મેટ્રો-ત્રણમાં મોબાઇલ નેટવર્ક પૂરી પાડવા માટે કરાર કરવામાં આવ્યો છે. A Digital DAVOS ઈવેન્ટમાં આ કરાર કરવામાં આવ્યો હતો. કરાર વખતે એમએમઆરસીના વરિષ્ઠ અધિકારીઓએ અને એન્જિનિયર પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ કરારને લઈને વરિષ્ઠ અધિકારીએ કહ્યું હતું કે મુંબઈ મેટ્રો લાઇન – ત્રણમાં પ્રવસીઓની વગર કોઈ તકલીફે મોબાઇલ નેટવર્ક સેવા મળે તે માટે પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. આ સેવા શરૂ થયા બાદ મેટ્રોમાં પ્રવાસીઓને દરેક વિસ્તારમાં ઇન્ટરનેટ અને મોબાઇલ નેટવર્કની સુવિધા મળશે. મુંબઈ-ત્રણ મેટ્રોમાં 625 લાખ કરતાં વધુ પ્રવાસીઓને ડિજિટલ સુવિધા મળી રહે તે માટે આ પ્રયત્ન કરવામાં આવ્યો છે.

12 વર્ષ માટે કરવામાં આવેલા કરારમાં પ્રવાસીઓને મેટ્રો સ્ટેશન પર અને મેટ્રો ટ્રેનમાં 4જી અને 5જી નેટવર્ક પૂરું પાડવા માટે એક અત્યાધુનિક ટૅક્નિકનો ઉપયોગ કરીને પ્રવાસીઓ માટે 33.5 કિલોમીટર લાંબી મેટ્રો લાઇનના દરેક 27 સ્ટેશન, ટનલમાં દરેક સમયે નોન-સ્ટોપ નેટવર્ક સેવા મળશે એવી માહિતી અધિકારીએ આપી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button