આમચી મુંબઈ

….તો મુંબઈમાં પણ કૃત્રિમ વરસાદ થશે? મુખ્ય પ્રધાને આપી મહત્વની જાણકારી

મુંબઈ: મહારાષ્ટ્રની રાજધાની મુંબઈમાં દિલ્હીની જેમજ હવાનું સ્તર નીચે જઈ રહ્યું છે. મુંબઈમાં પ્રદૂષણનું સ્તર વધતા સામાન્ય લોકોના આરોગ્ય પર તેની માઠી અસર થઇ રહી છે. આ સમસ્યાનો હલ કાઢવા મુખ્ય પ્રધાન એકનાથ શિંદે એ આજે તેમના નિવાસસ્થાને રાજ્યના તમામ જિલ્લાના અધિકારીઓની એક મહત્વની બેઠક બોલાવી હતી. જેમાં પ્રદૂષણ અંગે ચર્ચા કરવામાં આવી હતી. અને વધતા પ્રદૂષણને દૂર કરવાના ઉપાયો અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. જેમાં કૃત્રિમ વરસાદ અંગે પણ વાત થઈ હતી. આ બેઠક બાદ એકનાથ શિંદે એ પત્રકાર પરિષદ યોજી એક મહત્વની જાણકારી આપી હતી.

પ્રદૂષણ ઓછું કરવા માટે કયા પગલાં લેવા જોઈએ એ અંગે આ બેઠકમાં ચર્ચા થઈ હતી. જલ્દી જ આ ઉપાયોને અમલને કારણે પ્રદૂષણ ઓછું કરવામાં સફળતા મળશે. લોકોના આરોગ્યની કાળજી લેવામાં આવી રહી છે. મુંબઈ મહાનરપાલિકાને પણ સૂચના આપવામાં આવી છે કે રસ્તા પરની ધૂળ, બાંધકામોને કારણે થતી ધૂળ, માટી વગેરે રસ્તા પર દેખાવી ના જોઈએ. હાજર ટેન્કરની મદદથી મુંબઈના રસ્તા પાણીથી ધોવાની સૂચના આપવામાં આવી છે. એવી જાણકારી એકનાથ શિંદે એ આપી હતી.

જરૂર પડે તો ફોગર પણ વાપરવામાં આવશે. કલાઉડ સિડિંગની જરૂર હજી લગતી નથી. કારણકે હજી કાલે જ વરસાદ પડ્યો છે. તમામ જિલ્લાના કમિશનર અને અધિકારીઓ સાથે બેઠક થઈ રહી છે. પર્યાવરણ વિભાગના રોજે રોજ પ્રદૂષણનું સ્તર માપવાની સૂચના આપવામાં આવી છે. જેનો અમલ વહેલી તકે થશે. અને લોકોને પ્રદૂષણથી રાહત મળશે. એમ એકનાથ શિંદે એ કહ્યું હતું.

કૃત્રિમ વરસાદ અંગે પણ તેમને મહત્વની જાણકારી આપી હતી. હજી કાલે જ વરસાદ પડ્યો છે. પણ જરૂર પડે તો કૃત્રિમ વરસાદ અંગે અને ક્લાઉડ સિડિંગ અંગે પણ વિચાર કરવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button