આમચી મુંબઈમહારાષ્ટ્ર
તો આ કારણોને લીધે મધ્ય રેલવેની ટ્રેનો મોડી પડી હતી

મુંબઈ: ગયા શુક્રવારે વહેલી સવારે ધુમ્મસને લીધે મધ્ય રેલવેની અનેક ટ્રેનો મોડી પડતાં અમુક ટ્રેનો રદ પણ થઈ હતી. સવારે ઓફિસ કલાકો દરમિયાન આ લાઇન પરની ટ્રેનો ૩૦ થી ૪૦ મિનિટ મોડી પડતાં પ્રવાસીઓના હાલ થયા હતા.
મધ્ય રેલવેની મુંબઈ, પુણે, ભુસાવળ માર્ગમાં ધુમ્મસને કારણે દૃશ્યતા ઓછી થઈ ગઈ હતી જેથી ટ્રેનના મોટરમેનને રેલવે માર્ગ શોધવા માટે મુશ્કેલ બન્યું હતું. આ માર્ગ પર મુંબઈ અને બીજા વિભાગમાં ટ્રેનોની સેવા પર અસર થતાં ટ્રેનો મોડી પડી હતી.
ધુમ્મસને લીધે સૌથી વધારે અસર મુંબઈની લાઇફલાઇન લોકલ ટ્રેનોને થઈ હતી.
બપોરે બે વાગ્યા સુધી ટ્રેનો ૩૦ થી ૪૦ મિનિટ લેટ થતાં અનેક ટ્રેનો સ્ટેશનો વચ્ચે લાંબા સમય સુધી રોકવામાં આવી હતી. સવારે ધુમ્મસને લીધે મધ્ય રેલવેની ૧૦ લોકલ ટ્રેનો રદ કરવામાં આવી હતી એવી માહિતી એક વરિષ્ઠ અધિકારીએ આપી હતી.