આમચી મુંબઈમહારાષ્ટ્ર

બિસ્કિટ અને કેકનાં પેકેટ્સમાં સંતાડી દુર્લભ સર્પોની દાણચોરી: ઍરપોર્ટ પર આરોપી પકડાયો

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
ડિરેક્ટોરેટ ઑફ રેવેન્યૂ ઈન્ટેલિજન્સે (ડીઆરઆઈ) બિસ્કિટ અને કેકનાં પેકેટ્સમાં સંતાડીને દુર્લભ સર્પોની દાણચોરી કરનારી સિન્ડિકેટનો પર્દાફાશ કર્યો હતો. બૅન્ગકોકથી આવેલા આરોપીને મુંબઈના ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ પર પકડી પાડી ડીઆરઆઈએ 11 સર્પ છોડાવ્યા હતા.

બૅન્ગકોકથી આવતો એક તસ્કર દાણચોરી માર્ગે દુર્લભ સર્પ ભારત લાવી રહ્યો હોવાની માહિતી ડીઆરઆઈને મળી હતી. માહિતીને આધારે ડીઆરઆઈના મુંબઈ ઝોનલ યુનિટના અધિકારીઓએ છત્રપતિ શિવાજી મહારાજ ઈન્ટરનૅશનલ ઍરપોર્ટ ખાતે છટકું ગોઠવ્યું હતું. બુધવારે બૅન્ગકોકથી આવી પહોંચેલા શખસને તાબામાં લેવાયો હતો.

અધિકારીએ જણાવ્યું હતું કે તાબામાં લેવાયેલા શખસના સામાનની તપાસ કરવામાં આવી હતી. તેની પાસેથી નવ બૉલ પાયથન અને બે કોર્ન સ્નેક્સ જપ્ત કરાયા હતા. આ સર્પ બિસ્કિટ અને કેકનાં પેકેટ્સમાં સંતાડીને લાવવામાં આવ્યા હતા.
ધ વાઈલ્ડલાઈફ ક્રાઈમ ક્ધટ્રોલ બ્યૂરો (ડબ્લ્યુસીસીબી), વેસ્ટર્ન રિજન, નવી મુંબઈના અધિકારીઓએ સર્પોની ઓળખ કરી તે દુર્લભ હોવાની ખાતરી કરી હતી.

ડબ્લ્યુસીસીબીના ડેપ્યુટી ડિરેક્ટર દ્વારા આ સર્પોના બહેતર જીવન માટે તેને ફરીથી બૅન્ગકોક રવાના કરવાનો નિર્ણય લેવાયો હતો. આ માટે તેને સ્પાઈટ જેટ ઍરલાઈન્સને સોંપવામાં આવ્યા હતા. આ સર્પો ભારતમાં લાવનારાની ધરપકડ કરી તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હોવાનું ડીઆરઆઈનું કહેવું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button