ચૂંટણી જીતવા કૉંગ્રેસ જૂઠાણું ફેલાવી રહી છે: સ્મૃતિ ઇરાની…
મુંબઈ: તેલંગણા, હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાં ચૂંટણી પહેલા આપવામાં આવેલા વચનો પૂરા કરવાના કૉંગ્રેસી નેતાઓના દાવાનો વિરોધ કરતા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાનીએ તેમના પર મહારાષ્ટ્રની ચૂંટણીમાં નફરતના બીજ વાવવાનો પ્રયાસ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો.
આ પણ વાંચો : સંજય રાઉત અને રાજ ઠાકરે વચ્ચે તડાફડીઃ જનતાના મુદ્દા બાજુએ ને…
સત્તા પર આવવા માટે કૉંગ્રેસ જુઠાણું ચલાવી રહી છે અને સરકાર બન્યા પછી લોકોને વિભાજત કરી લૂંટ ચલાવવામાં આવશે એવા અહેવાલ મળ્યા હોવાનો આક્ષેપ પણ ઇરાની એ કર્યો હતો.
શનિવારે કૉંગ્રેસે ચૂંટણી પહેલાના વચનો પૂરા નથી કર્યા એવા ભાજપના આક્ષેપોને ઉઘાડી પાડવાની માગણી કૉંગ્રેસ શાસિત રાજ્ય તેલંગણા અને હિમાચલ પ્રદેશના મુખ્ય પ્રધાનો તથા કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન દ્વારા કરવામાં આવી હતી.
આ પણ વાંચો : બારામતીમાં મોદીને ચૂંટણીસભા સંબોધવા બોલાવશે અજિતદાદા?
તેલંગણાના મુખ્ય પ્રધાન એ. રેવંત રેડ્ડી, હિમાચલ પ્રદેશના તેમના સમકક્ષ સુખવિન્દરસિંહ સુખુ અને કર્ણાટકના નાયબ મુખ્ય પ્રધાન ડી. કે. શિવકુમારે મુંબઈમાં એક પત્રકાર પરિષદને સંબોધી હતી.
કૉંગ્રેસે કર્ણાટકને દેવાળિયા બનવાની આરે મૂકી દીધું છે. ત્યાંની સરકારે દલિત અને આદિવાસીઓના કલ્યાણ માટેનું ૧૦,૦૦૦ કરોડ રૂપિયાનું ભંડોળ અન્ય વાળી દીધુ હતું. કર્ણાટકમાં સર્જાયેલી નાણાકીય કટોકટી અને રાજયની તિજોરીને નુકસાન પહોંચાડતી અવાસ્તવિક યોજનાઓ પર કૉંગ્રેસના પ્રમુખે પોતે નારાજગી વ્યક્ત કરી હતી, એમ ઇરાનીએ જણાવ્યું હતું.
આ પણ વાંચો : મહારાષ્ટ્રમાં અમિત શાહ ગર્જ્યા, હરિયાણામાં કોંગ્રેસનો સફાયો થયો એમ…
કૉંગ્રેસે રાજસ્થાનના બેરોજગારોને સ્ટાઇપેન્ડ આપવાનો વાયદો કર્યો હતો, પરંતુ તેઓએ કયારેય રોજગાર અથવા નાણાં પૂરા પાડ્યા જ નહીં. પરિણામે લોકપ્રિય ઉમેદવારો ચૂંટણીઓમાં કૉંગ્રેસના વિરોધમાં ગયા, એમ ઇરાનીએ કહ્યું હતું.