આમચી મુંબઈ

સ્માર્ટ મીટરનો મુંબઇ-પુણેમાં પ્રયોગ અસફળ! છતાં મીટર લગાવવામાં આવી રહ્યાં છે

મુંબઇ: મહાવિતરણ સહિત બેસ્ટ દ્વારા સ્માર્ટ મીટર લગાવવામાં આવનાર હોવા છતાં આ મીટર મફ્ત કે વેચાતા? આ મુદ્દાથી લઇને સ્માર્ટ મીટર લગાવ્યા બાદ વીજળીની ચોરી રોકાશે? અને લાઇટ બિલ સાચે જ ઓછું થશે? આવા અનેક પ્રશ્નોની રજૂઆત વીજ ગ્રાહકો સહીત મહારાષ્ટ્ર વીજળી ગ્રાહક સંગઠન દ્વારા મહાવિતરણને કરવામાં આવી છે. મહત્વની વાત તો એ છે કે દર વખતે વીજ ગ્રાહકો આવા મુદ્દાને લઇને હેડ ઓફિસ જઇ શકતાં નથી તેથી ફિલ્ડ પર હાજર કર્માચારી અને વીજ ગ્રાહકો વચ્ચે નવા મીટરને લઇને વિવાદ થઇ રહ્યો છે. તેથી હવે સ્માર્ટ મીટર બાબતે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં જનજાગૃતી અભિયાન હાથ ધરાય તે માટે વીજ ગ્રાહક સંગઠને રજૂઆત કરી છે.

સ્માર્ટ પ્રિપેઇડ મીટર યોજના બાબતે વીજ ગ્રાહકો, ગ્રાહકોની સંસ્થાઓ, નાગરીકો અને કામગાર સંગઠન દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે તેવી ચર્ચાઓ થઇ રહી છે. આ યોજનાનો પશ્ચિમ બંગાળ અને કરલમાં વિરોધ થયો છે. મહારાષ્ટ્રના કુલ 2 કરોડ 40 લાખ વિજ ગ્રાહકોમાંથી કૃષી પંપ ધારક ગ્રાહકોને બાદ કરતાં અન્ય તમામ ગ્રાહકો માટે આ યોજના છે. આ યોજનાના પ્રથમ તબક્કામાં 500 થી 600 કરોડનો ખર્ચ થશે. આ યોજનાનું કામ સરકારી કર્મચારીઓ દ્વારા નહીં પણ કોન્ટ્રાક્ટર ને સોંપવાની તજવીજ હાથ ધરાઇ છે. આ મીટરના થનારા વિરોધને ધ્યાનમાં લઇને સત્તાધીશોએ કેટલીક બાબતો સ્પષ્ટ કરવી જોઇએ એવો વીજ ગ્રાહક સંગઠનનો આગ્રહ છે.

હાલમાં વીજળીનું કનેક્શન લેનાર દરેક ગ્રાહક પાસેથી મહાવિતરણ ત્રણ મહિનાના એવરેજ બિલની રકમ ડિપોઝીટ તરીકે લેવામાં આવે છે. ત્યારે આ ડિપોઝીટ તેમને પાછી મળશે કે નવા મીટરની કિંમતમાં એડજેસ્ટ કરવામાં આવશે? તે અંગે હજી કોઇ ખૂલાસો કરવામાં આવ્યો નથી. જો મહાવિતરણ દ્વારા આ ડિપોઝીટની રકમ પાછી આપવામાં આવશે તો તેમના આર્થિક વ્યવહારો પર તેની માઠી અસર થઇ શકે છે. મહાવિતરણ પર દેવું વધવાની શક્યતાઓ છે એમ સ્ટેટ ઇલેક્ટ્રીસિટી વર્કર્સ ફેડરેશનના જનરલ સેક્રેટરી કૃષ્ણા ભોયારે એક વેબ પોર્ટલને જણાવ્યું હતું.

મીટરની કિંમત કેટલી?, ગ્રાહકો પાસેથી તે કઇ રીતે વસૂલ કરવામાં આવશે?, તેઓ કુલ આર્થિક બોજો કેટલો?, મીટર લગાવ્યા બાદ તે કાર્યરત થવામાં કેટલો સમય લાગશે?પોલ્ટી મીટર બને તો તેની જવાબદારી કોની? અને આ ફોલ્ટી મીટરની કોસ્ટ ગ્રાહકોએ ચૂકવવી પડશે? મીટર બેસાડ્યા બાદ ગ્રાહક રિચાર્જ કર્યા વગર પણ વીજળી વાપરી શકે છે પરિણામે પાવર આઉટેજ વધશે તે રોકવાની કોઇ ઉપાય યોજના ખરી? મુંબઇ અને પુણેમાં ઘણી જગ્યાએ આ પ્રયોગ અસફળ રહ્યો છે તો શું એ જગ્યાએ સ્માર્ટ મીટર કાઢીને ફરી પોસ્ટ પેઇડ મીટર લગાવાશે? આવા અનેક પ્રશ્નો ગ્રાહકોએ ઉપસ્થિત કર્યા છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
WhatsApp પર નથી જોઈતું Meta AI? આ રીતે દૂર કરો ચપટી વગાડીને… વરસાદમાં ક્યા શાકભાજી ખાશો? સવારે બ્રશ કર્યા બાદ આ પાણીથી કરો કોગળા ભારત ત્રણ વાર ક્રિકેટમાં વર્લ્ડ ચૅમ્પિયન બન્યું છે, હવે ચોથો સુવર્ણ અવસર આવી ગયો