વરલી દરિયા કિનારા પાસેનું આ રિડેવલપમેન્ટ નવો ટ્રેન્ડ શરૂ કરશે?

મુંબઈ: વરલીમાં દરિયા કિનારા પાસે આવેલા વિસ્તારના પુનર્વિકાસને મહત્ત્વાકાંક્ષી કહો કે પછી વિવાદાસ્પદ, પણ આ પ્રકલ્પને કારણે નવો ટ્રેન્ડ શરૂ થવાની શક્યતા છે. આ વિસ્તારનો વિકાસ કરવા માટે ઝૂંપડપટ્ટીવાળા પ્લોટનો સમાવેશ ઝૂંપડપટ્ટી વગરના પ્લોટ સાથે જોડવાની જરૂર પડશે.
આ વિસ્તાર ખાસ કરીને ઝૂંપડપટ્ટી વિસ્તાર છે જેના પૂર્વ તરફ ડો. એની બેસન્ટ રોડ, પશ્ર્ચિમ તરફ કોસ્ટલ રોડ અને ઉત્તરમાં ખાન અબ્દુલ ગફાર ખાન રોડ આવેલો છે. અમુક પ્લોટ પર બીએમસી સ્ટાફ ક્વોટર્સ, નવ મ્યુનિસિપલ સોસાયટી બિલ્ડિંગ અને ઓછામાં ઓછી બે ખાનગી ઇમારતો આવેલી છે.
એસઆરએએ તો આ યોજનાને બહુ મહત્ત્વાકાંક્ષી ગણાવી છે, પરંતુ ઝૂંપડવાસીઓનું ક્યાં પુનર્વસન કરાશે એ અંગે કોઇ સ્પષ્ટતા કરી નથી. ફેબ્રુઆરીમાં એક બિલ્ડરે બીએમસીના એક નોન-સ્લમ પ્લોટ માટે 16 કરોડ રૂપિયા (લેન્ડ પ્રીમિયમના 10 ટકા) ચૂકવ્યા હતા.
અહીં રોડ બનાવ્યા વગર બાંધકામ કરવાનું શક્ય ન હોવાને કારણે પાલિકાનોે એક 60 ફૂટનો રોડ અને બીજો 40 ફૂટનો રોડ બનાવવાનો પ્રસ્તાવ છે.
વરલીના આ પ્લોટ્સને જોડાવા અને આ વિસ્તારના પુનર્વિકાસ માટે પાલિકાની પરવાનગી માટે એસઆરએની માગણી સાથેનો પત્ર મળ્યો હોવાને પાલિકાના કમિશનર ભૂષણ ગગરાણી તરફથી પુષ્ટિ મળી છે.
આપણ વાંચો: મુંબઈમાં જોખમી અને જર્જરિત ઇમારતોના પુનર્વિકાસને વેગ અપાશે: એકનાથ શિંદે
ગયા વર્ષે આઠમી ઓક્ટોબરે એસઆરએના સીઇઓએ પાલિકાના નોન-સ્લમ પ્લોટને સ્લમ પ્લોટ સાથે જોડી તેનો પુનર્વિકાસ કરવા માટેની પરવાનગી માગી હતી.
સ્થાનિક વિધાનસભ્ય અને શિવસેના-યુબીટીના નેતા આદિત્ય ઠાકરેએ કહ્યું હતું કે તેઓ પાલિકા સાથે પહેલા આ અંગે ચર્ચા કરશે અને સ્થાનિક રહેવાસીઓના અધિકારીને નુકસાન ન પહોંચે તેની ખાતરી કર્યા વગર આ પ્લાનને આગળ વધવા દેવામાં આવશે નહીં. અહીં રહેતા લોકોને યોગ્ય ઘર મળે એ અમારી ઇચ્છા છે.
મુખ્ય પ્રધાન અને બન્ને નાયબ મુખ્ય પ્રધાનો મુંબઈના રહેવાસી ન હોવાથી તેઓ આ શહેરને ફક્ત સોનાના ઇંડા આપતી મરઘી જ સમજે છે. તેઓ અહીંના લોકોની હકાલપટ્ટી કરી શકે નહીં.