“મોડો સૂતો હતો અને અચાનક ધાંય ધાંયના અવાજથી જાગી ગયો,” ફાયરિંગ કાંડમાં સલમાનનું નિવેદન
લગભગ 2 મહિના પહેલા સલમાન ખાનના મુંબઈ સ્થિત ઘર ગેલેક્સી એપાર્ટમેન્ટની બહાર કેટલાક બદમાશોએ ગોળીબાર કર્યો હતો. આરોપીઓ તેમના ઈરાદામાં સફળ નહોતા થઈ શક્યા અને તરત જ ફરાર થઈ ગયા હતા. પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી હતી. હવે મુંબઈ પોલીસની ક્રાઈમ બ્રાન્ચે આ કેસમાં સલમાન ખાનનું નિવેદન નોંધ્યું છે. મુંબઈ ક્રાઈમ બ્રાન્ચના એક અધિકારી સહિત ચાર સભ્યોની ટીમે સલમાન ખાન અને તેના ભાઈ અરબાઝનું નિવેદન નોંધવા માટે તેમના ઘરની મુલાકાત લીધી હતી. બંને ભાઈઓની છ કલાક પૂછપરછ કરવામાં આવી હતી. બંને ભાઇઓને 150 થી વધુ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા, એમ પોલીસે જણાવ્યું હતું. પોલીસે દાવો કર્યો છે કે પોલીસનો દાવો છે કે લોરેન્સ બિશ્નોઈની ગેંગ દ્વારા ભાડે કરાયેલા શૂટરોએ 58 વર્ષીય ફિલ્મ સ્ટારની હત્યા કરવાનું કાવતરું ઘડ્યું હતું.
અભિનેતા સલમાન ખાને ખુલાસો કર્યો છે કે તે 14 એપ્રિલના રોજ ગોળીબારના અવાજથી જાગી ગયો હતો જ્યારે બે બાઈક સવારોએ મુંબઈના બાંદ્રામાં તેના ઘર પર ગોળીબાર કર્યો હતો. સલમાન ખાને એમ પણ કહ્યું હતું કે તે સમજે છે કે તેનો જીવ જોખમમાં છે અને તેની મદદ માટે પોલીસનો આભાર માન્યો.
Read more: બાન્દ્રામાં ગૅલેક્સી એપાર્ટમેન્ટ બહાર ગોળીબાર: સલમાન-અરબાઝ ખાનનાં નિવેદન નોંધાયાં
સલમાન ખાને પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે ઘટનાની આગલી રાત્રે તે એક પાર્ટી બાદ મોડો સૂઈ ગયો હતો. ગોળીનો અવાજથી તે જાગી ગયો હતો, ગોળી તેની બાલ્કનીમાં વાગી હોવાનું પાછળથી જણાયું હતું. અભિનેતાએ કહ્યું કે તેને આંચકો લાગ્યો તે પછી તે ઉઠ્યો અને તપાસ કરવા માટે બાલ્કનીમાં ગયો અને બહાર જોયું પણ કોઈને ન દેખાયું. અરબાઝ ખાને, જે ગોળીબારના સમયે તેના જુહુના ઘરે હતો, તેણે કહ્યું હતું કે તે લોરેન્સ બિશ્નોઈ ગેંગ તરફથી તેના ભાઈને આપવામાં આવેલી ભૂતકાળની ધમકીઓથી વાકેફ છે.
જ્યારે ફાયરિંગ થયું ત્યારે તેમના પિતા સલીમ ખાન પણ બાંદ્રા એપાર્ટમેન્ટમાં હતા પરંતુ તેમની ઉંમરને કારણે તેમનું નિવેદન નોંધવામાં આવ્યું ન હતું. 14 એપ્રિલે મુંબઈના બાંદ્રામાં બે બાઇક સવાર લોકોએ સલમાન ખાનના ઘરની બહાર ફાયરિંગ કર્યું હતું. આ ઘટના બાદ પોલીસે ચાર શકમંદોની ધરપકડ કરી હતી: વિકી ગુપ્તા અને સાગર પાલની ગુજરાતમાંથી ધરપકડ કરવામાં આવી હતી, જ્યારે અનુજ થાપન અને અન્ય એક વ્યક્તિને 26 એપ્રિલે પંજાબમાં અટકાયતમાં લેવામાં આવ્યા હતા. કુલ છની ધરપકડ કરવામાં આવી છે. બાદમાં અનુજ થપનનું પોલીસ કસ્ટડીમાં મોત થયું હતું.
Read more: Aishwarya Rai-Bachchanએ કોના માટે કહ્યું એ મારા જીવનનું સૌથી ખરાબ સપનું…
પોલીસના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની હથિયારોથી સજ્જ લૉરેન્સ બિશ્નોઈ ગેંગે મહારાષ્ટ્રના પનવેલમાં સલમાન ખાનની કાર પર હુમલો કરવાનું કાવતરું ઘડ્યું હતું. જેલમાં બંધ ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ, તેના કેનેડા સ્થિત પિતરાઈ ભાઈ અનમોલ બિશ્નોઈ અને સહયોગી ગોલ્ડી બ્રારે કથિત રીતે એક પાકિસ્તાની આર્મ્સ ડીલર પાસેથી AK-47, M-16 અને અન્ય ઉચ્ચ કેલિબર હથિયારો મેળવ્યા હતા. તેમનો પ્લાન સલમાન ખાનની કાર અથવા ફાર્મ હાઉસ પર હુમલો કરવાનો હતો.