જરાંગે સામે છઠ્ઠો ગુનો દાખલ, બિડ જિલ્લામાં જરાંગે સહિત વધુ 13 જણા સામે ગુનો દાખલ
બિડ: મરાઠા આરક્ષણ માટે આંદોલન કરનાર મરાઠા કાર્યકર મનોજ જરાંગે પાટીલ સામે બિડ જિલ્લામાં છઠ્ઠો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. મરાઠા આંદોલનને લઈને જરાંગે પાટીલે આક્રમક વલણ અપનાવ્યું છે. જરાંગે પાટીલે એક સભાને સંબોધિત કરતી વખતે ખોટી માહિતી આપી સરકાર વિરુદ્ધ ભડકાઉ ભાષણ કર્યું હતું અને સુપ્રીમ કોર્ટના આદેશનું ઉલ્લંઘન કરવા માટે પણ જરાંગે પાટીલ સાથે બીજા 13 લોકો પર વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
રાજ્યમાં મરાઠા આરક્ષણ મુદ્દે સરકાર અને જરાંગે પાટીલ વચ્ચેનું ઘર્ષણ વધી રહ્યું છે. સરકાર અને પ્રશાસન દ્વારા મરાઠા આરક્ષણ મુદ્દે કોઈપણ ગુનો નોંધવામાં આવ્યો નહતો, પણ હવે મનોજ જરાંગે પાટીલ સામે તેમના વિધાનને લઈને તેમની સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, જેથી બિડ જિલ્લામાં મનોજ જરાંગે પાટીલ સામે છઠ્ઠો ગુનો નોંધવામાં આવ્યો છે, એવી માહિતી એક અધિકારીએ આપી હતી.
બિડ જિલ્લામાં જરાંગે પાટીલનું આંદોલન ચર્ચાનો વિષય બન્યો છે. તાજેતરમાં જરાંગે પાટીલે દાખલ કરવામાં આવેલા ગુના અંગે ફરી નિવેદન આપ્યું હતું. જરાંગે પાટીલે કહ્યું હતું કે મારા ભાષણ માટે મારી સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો તેનાથી વધુ તીવ્ર ભાષણ હું વડવાડીમાં આપીશ અને ગુનો દાખલ થશે તો પણ હું મરાઠા સમાજને આરક્ષણ ન મળે ત્યાં સુધી પાછળ હટીશ નહીં. જોકે જરાંગે પાટીલના ભાષણ કેવું હશે અને તે બાદ રાજ્યમાં શું નવો વિવાદ સર્જાશે એ બાબત અંગે રાજ્ય સરકાર એલર્ટ થઈ ગયું છે.