આમચી મુંબઈમહારાષ્ટ્ર

કલ્યાણ સ્ટેશન પાસે છ માળનું મલ્ટી પાર્કિંગ તૈયાર, પણ ઉદ્ઘાટન કયારે?

2,500 બાઇક અને 35 કાર પાર્ક કરવા માટેની ક્ષમતા

અગાઉ કલ્યાણ પશ્ચિમમાં સ્ટેશન વિસ્તારમાં એક પાર્કિંગ પ્લોટ હતો. જે થોડા વર્ષો પહેલા તોડી પાડવામાં આવ્યો હતો. સ્માર્ટ સિટી પ્રોજેક્ટ અંતર્ગત કેન્દ્ર સરકાર અને મહાનગરપાલિકા દ્વારા આ સ્થળે છ માળની સ્માર્ટ પાર્કિંગ જગ્યા બનાવવામાં આવી છે. આ બિલ્ડિંગનું કામ પૂર્ણ થઈ ગયું છે. તેને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ હેઠળ મહાનગરપાલિકાના મિલકત વિભાગને સોંપવામાં આવી છે. જોકે નવા બનેલા પાર્કિંગનું ઉદ્ઘાટન થયું નથી. સવારે સ્ટેશન વિસ્તારમાં ટુ-વ્હીલર વાહનોની લાંબી કતાર લાગી જાય છે. તેને જોતા છ માળની પાર્કિંગ બિલ્ડિંગમાં પાંચ માળ માત્ર ટુ-વ્હીલર માટે રાખવામાં આવ્યા છે. જો કે ફોર વ્હીલર માટે પાર્કિંગની સુવિધા પણ ઉપલબ્ધ છે.

આ છ માળની ઇમારતમાં કુલ 7,020 ચોરસ મીટરનો વિસ્તાર ઉપલબ્ધ છે, આનો ઉપયોગ પાર્કિંગ માટે કરવામાં આવશે. પાલિકા પ્રશાસનનું કહેવું છે કે જૂના પાર્કિંગમાં 1,143 ટુ-વ્હીલર પાર્ક કરવાની સુવિધા હતી. હવે નવા પાર્કિંગમાં ગ્રાઉન્ડ ફ્લોર અને છઠ્ઠા ફ્લોર પર 2,507 ટુ-વ્હીલર પાર્ક કરી શકાશે. આ પાર્કિંગની સાથે બોરગાંવકરવાડી પાર્કિંગ પણ એસ્ટેટ વિભાગ દ્વારા શરૂ કરવામાં આવ્યું છે. આ પાર્કિંગ માટે નવા કોન્ટ્રાક્ટરની નિમણૂક કરવાની પ્રક્રિયામાં વિલંબ થતાં જૂના કોન્ટ્રાક્ટરને એક્સટેન્શન આપવામાં આવ્યું છે. વહીવટીતંત્રે સ્પષ્ટતા કરી છે કે આ પાર્કિંગના અગાઉના દરોમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.

પાર્કિંગ ચાર્જ
બાઇક માટે:
04 કલાક 20 રૂ.
08 કલાક 30 રૂ
24 કલાક 40 રૂ
માસિક પાસ રૂ. 650

ફોર વ્હીલર માટે:
04 કલાક 25 રૂ.
08 કલાક 50 રૂ.
24 કલાક 100 રૂ
માસિક પાસ રૂ. 2,00

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button