સિંધુ જળ સંધી અંગેના શંકરાચાર્યના મતનો નારાયણ રાણે દ્વારા વિરોધ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન નારાયણ રાણેએ સિંધુ નદીના મુદ્દે ભારતની વ્યૂહરચનાની આધ્યાત્મિક ગુરુ શંકરાચાર્ય અવિમુક્તેશ્ર્વરાનંદ સરસ્વતી દ્વારા કરવામાં આવેલી ટીકાનો વિરોધ કરતાં કહ્યું હતું કે પહલગામ હુમલા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીધેલા સુરક્ષા સંબંધી પગલાં અંગે જાહેરમાં ચર્ચા થવી જોઈએ નહીં.
કાશ્મીરના પહલગામમાં 26 લોકોને ગોળીએ દેવામાં આવ્યા બાદ ભારતની કેન્દ્ર સરકારે પાકિસ્તાનને સજા આપવા માટે લીધેલા કેટલાક પગલાંમાં 1960થી ચાલતી સિંધુ જળ સંધિને સ્થગિત કરવાનો નિર્ણય લીધો છે.
આપણ વાંચો: બિલાવલ ભુટ્ટોએ ભારત વિરુદ્ધ ઝેર ઓકયું, કહ્યું સિંધુ નદીમાં કાં તો આપણું પાણી વહેશે અથવા તેમનું લોહી
એ તેમનું સન્માન કરીએ છીએ, પરંતુ સુરક્ષાના હેતુથી આ નિર્ણય લેવામાં આવ્યા છે. દેશ કરતાં મોટું કોઈપણ નથી, એમ નારાયણ રાણેએ શંકરાચાર્યના વાઈરલ વીડિયોના સંદેશા પર પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું.
શંકરાચાર્યે એવો દાવો કર્યો હતો કે ભારત પાસે સિંધુના જળને વાળવા માટે અથવા તો પકડી રાખવા માટે માળખાકીય સુવિધાનો અભાવ છે અને આવી સુવિધાઓ વિકસાવવા માટે બે દાયકાનો સમય લાગી શકે છે.
આપણ વાંચો: ભારતે સિંધુ નદી જળ સંધિને સ્થગિત કર્યા બાદ પાકિસ્તાનમાં ફફડાટ, આપવા લાગ્યા પરમાણુ બોમ્બની ધમકી…
વીડિયો સંદેશમાં સરસ્વતીએ કહ્યું હતું કે કેન્દ્રનું સિંધુ સંધીને સ્થગિત કરવાનો નિર્ણય લોકોને બેવકૂફ બનાવવા માટે છે.
વર્લ્ડ બેન્કની મધ્યસ્થાની આ સંધિમાં ભારતને પૂર્વની નદીઓ સતલજ, બિઆસ અને રાવીના પાણીના વપરાશ પર પૂરો અધિકાર આપવામાં આવ્યો હતો.
જેમાં સરેરાશ વાર્ષિક 33 એમએએફ (મિલ્યન એકર ફીટ) જેટલો જથ્થો થાય છે, જ્યારે સિંધુ ઝેલમ અને ચિનાબ નદીઓમાં પાણીનો સરેરાશ જથ્થો 135 એમએએફ હોય છે અને તેમાંથી મોટા ભાગનો હિસ્સો પાકિસ્તાનને આપી દેવામાં આવે છે.
સંધિ રદ કર્યા બાદ હવે સરકાર સિંધુ, ઝેલમ અને ચિનાબ નદીના પાણીનો ઉપયોગ કરવા માટેના રસ્તા શોધી રહી છે. સ્થાનિક મુદ્ધાઓ પર બોલતાં નારાયણ રાણેએ સિંધુદુર્ગના વિકાસની વાત કરી હતી.