સાતમી જાન્યુઆરીથી આટલા દિવસ સિદ્ધિવિનાયક મંદિરમાં ભક્તો નહીં કરી શકે બાપ્પાના દર્શન, કારણ જાણીને…

મુંબઈઃ મુંબઈગરાની શ્રદ્ધાસ્થાન એવા સિદ્ધિવિનાયક મંદિરને લઈને મહત્ત્વના સમાચાર સામે આવી રહ્યા છે. જો તમે પણ સિદ્ધિવિનાયક મંદિરની મુલાકાત લેવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો પહેલાં આ સમાચાર જાણી લેવા ખૂબ જ જરૂરી છે. આજે મંગળવાર અને અંગારકી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો બાપ્પાના દર્શન કરવા માટે પહોંચ્યા છે. પરંતુ આવતીકાલથી પાંચ દિવસ સુધી ભક્તો બાપ્પાના દર્શન નહીં કરી શકે. ચાલો જાણીએ કે આખરે આવું કેમ?
સિદ્ધિવિનાયક ગણપતિ મંદિર ટ્રસ્ટ દ્વારા આપવામાં આવેલી માહિતી આનુસાર આવતીકાતે એટલે કે સાતમી જાન્યુઆરીથી 12મી જાન્યુઆરી સુધી સિદ્ધિવિનાયક મંદિરના ગર્ભગૃહના દર્શન બંધ રહેશે. આ સમયગાળા દરમિયાન મંદિરનું ગર્ભગૃહ સતત પાંચ દિવસ સુધી બંધ રહેશે, એવી સત્તાવાર જાહેરાત ટ્રસ્ટ દ્વારા કરવામાં આવી છે.
રિપોર્ટમાં આપવામાં આવેલી માહિતી અનુસાર દર વર્ષે બાપ્પાની પ્રતિમાને સિંદૂર લેપન કરવામાં આવે છે. પાંચ દિવસ સુધી આ પ્રક્રિયા ચાલે છે. પાંચ દિવસના સમયગાળામાં ભાવિકોને દર્શન વિના પાછા ના જવું પડે એ માટે બાપ્પાની પ્રત્યક્ષ મૂર્તિને બદલે શ્રીની પ્રતિમાના દર્શન આપવામાં આવશે. 12મી જાન્યુઆરીના બપોરે એક વાગ્યે બાપ્પાની મૂર્તિની પૂજા કરવામાં આવશે, ત્યાર બાદ જ ભક્તો ફરી વખત બાપ્પાના દર્શન કરી શકશે.
મુંબઈના પ્રભાદેવી ખાતે આવેલા સિદ્ધિવિનાયક મંદિરમાં દરરોજ હજારોની સંખ્યામાં ભક્તો વિઘ્નહર્તા બાપ્પાના દર્શન અને આશિર્વાદ પ્રાપ્ત કરવા માટે આવી છે. આ પાંચ દિવસ સુધી ગર્ભગૃહ બંધ રાખીને બાપ્પાની મૂર્તિને સિંદૂર લેપન કરવાની વાર્ષિક વિધિ માટે બાપ્પાના દર્શન પાંચ દિવસ માટે બંધ રાખવાની જાહેરાત ટ્રસ્ટ દ્વારા પહેલાંથી જ કરી દેવામાં આવી છે, જેથી ભક્તોને કોઈ પણ પ્રકારની અસુવિધાનો સામનો ના કરવો પડે.
વાત કરીએ શ્રી સિદ્ધિવિનાયક મંદિરના ઈતિહાસ વિશે વાત કરીએ તો મુંબઈના સૌથી શ્રીમંત મંદિરમાં સિદ્ધિવિનાયક મંદિરની ગણતરી કરવામાં આવે છે. 1809માં લક્ષ્મણ વિઠુ અને દેઉબાઈ પાટીલે 19મી નવેમ્બરના આ મંદિરનું નિર્માણ કર્યું હતું. ત્યારથી મુંબઈ સહિત દેશ-વિદેશમાંથી ભક્તો પૂરી શ્રદ્ધા સાથે સિદ્ધિવિનાયક મંદિરમાં બાપ્પાના દર્શન કરવા અને આશિર્વાદ પ્રાપ્ત કરવા માટે આવે છે.



