આમચી મુંબઈ

જાણીતી અભિનેત્રીને થયો મોટો અકસ્માતઃ ચાહકોને આ રીતે આપી માહિતી…

મુંબઈઃ જાણીતા બોલીવુડ સ્ટાર પુલકિત સમ્રાટની એક્સ વાઈફ એક્ટ્રેસ શ્વેતા રોહિરાના (SHWETA ROHIRA) તાજેતરમાં એક અકસ્માતનો ભોગ બની હોવાનું સમાચાર મળ્યા છે. શ્વેતા રોહિરાએ અકસ્માત અંગે સોશિયલ મીડિયા પર તસવીરો શેર કરીને માહિતી શેર કરી હતી. શ્વેતાએ હોસ્પિટલના બેડ પર ગંભીર હાલતમાં જોવા મળી રહી છે. તેને આખા પગમાં પ્લાસ્ટર આવ્યું છે અને તેના હોઠ પર પણ ઈજા થઈ છે. તસવીરમાં શ્વેતા ગંભીર હાલતમાં જોવા મળી રહી છે. આ જોયા બાદ તેના ફેન્સ ચિંતામાં મુકાઈ ગયા છે.

Also read : ઓસ્કારની રેસમાંથી બહાર ‘લાપતા લેડીઝ’ જાપાનમાં ચમકીઃ ઈન્ટરનેશનલ ફિલ્મોને આપી માત

Click on the photo to watch the video Instagram

શ્વેતાએ પોસ્ટ શેર કરીને આ અકસ્માત અંગે માહિતી આપી છે. તેણે કેપ્શનમાં લખ્યું છે કે જીવન સપ્રાઈઝ થી ભરેલુ છે એક પળમાં તમે કલ હો ના હો ગાઈ રહ્યા હોય અને તમારો દિનચર્યાનું પ્લાનિંગ કરતા હોય ત્યારે અચાનક બીજી જ રસ્તામાં બાઇક આવે છે. ભૂલ નહીં હોવા છતા પણ હું ચાલતી હતી તે વખતે રસ્તા પર ઉછળી અને નીચે પડી ગઈ. શ્વેતાએ લાંબી લચક પોસ્ટ લખી છે, જેમાં પોતાને થયેલા અકસ્માતથી લઈને અન્ય બાબત અંગે મહત્ત્વની વાત કરી છે. આ પરિસ્થિતિ વધુ ઝડપી સુધારો થાય એના અંગે વાત કરી હતી.

તેણે લખ્યું કે હું અહીં છું વિશ્વાસ સાથે જીવું છું, મેં આશાને પકડી રાખી છે, પીડામાં પણ હસી રહી છું અને મારી જાતને ખાતરી આપું છું કે આ સમય પણ વિતી જશે. જીવન ઉતાર-ચઢાવથી ભરેલું છે. કોઈ પણ મુશ્કેલ સમય પસાર થઈ જ જાય છે. બસ એટલું યાદ રાખો યા તમારી જાતને વિશ્વાસ આપો કે આ પીડા કાયમ માટે રહેતી નથખી. હું ટૂંક સમયમાં પાછી આવીશ. અભિનેત્રીની આવી હાલત જોઈ તેના ફેન્સ અને સેલિબ્રિટીઝ ચોંકી ગયા હતા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button