Election: ટિકિટ નહીં મળતા પાલઘરના નેતા શ્રીનિવાસ વનગા ‘ડિપ્રેશન’માં, પરિવારના લોકો ચિંતામાં…
પાલઘર: એકનાથ શિંદેની શિવસેનાએ મહાયુતિમાં પાલઘર સીટ પર રાજેન્દ્ર ગાવિતની ઉમેદવારીની જાહેરાત કરી છે. શ્રીનિવાસ વનગાની પાલઘર બેઠક પરથી ઉમેદવારી નકારી કાઢવામાં આવ્યા બાદ તેઓ ડિપ્રેશનમાં આવી ગયા હતા. મુખ્ય પ્રધાન એકનાથ શિંદેની સાથે બળવામાં ભાગ લેનારા ૩૯ ધારાસભ્યોને ટિકિટ આપવામાં આવી છે. જોકે, પાલઘરના ધારાસભ્ય શ્રીનિવાસ વનગા એક માત્ર એવા ધારાસભ્ય છે જેમને ઉમેદવારી નથી અપાઈ.
આ પણ વાંચો : સંજય રાઉતે કોંગ્રેસ પર નિશાન સાધ્યું! કહ્યું- ‘ચહેરો ઉદ્ધવ ઠાકરે છે, અમારું સ્ટેન્ડ સ્પષ્ટ છે’
ઉમેદવાર તરીકે નામંજૂર કરવામાં આવ્યા હોવાથી શ્રીનિવાસ વનગા ખૂબ જ પરેશાન છે અને ગઈકાલથી તેણે ખોરાક અને પાણીનો ત્યાગ કર્યો છે, તે સંપૂર્ણ રીતે માનસિક રીતે થાકી ગયા છે અને આત્મહત્યા કરવાનું વિચારી રહ્યા છે, તેમ તેના પરિવારે જણાવ્યું હતું. શું મારી પ્રામાણિકતાનું મને આવું ફળ મળ્યું? આમ પૂછીને વનગા પોક મૂકીને રડ્યા હતા.
તેમના પત્ની સુમન વનગાએ કહ્યું કે, મારા પતિ શ્રીનિવાસ વનગા પાલઘર વિધાનસભામાં સારી રીતે કામ કરતા હતા. તેઓ પ્રચાર કરતા ન હતા. તેઓ પ્રમાણિક અને વફાદાર હતા. ૨૦ જૂન ૨૦૨૨ના રોજ તેમના બાળકના જન્મદિવસે તેમને કહેવામાં આવ્યું હતું કે તેમને ઘરમાં બેસાડી રાખવામાં નહીં આવે. પરંતુ તે શબ્દોનું પાલન કરવામાં નથી આવ્યુ. શ્રીનિવાસ વનગાએ ગઈ કાલથી ખાધું નથી, તેઓ ગાંડા જેવું વર્તન કરી રહ્યા છે, તેઓ આત્મહત્યા કરવા જઈ રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે તેમનું જીવન સમાપ્ત થઈ ગયું છે.
આ પણ વાંચો : કોપરી-પાચપાખાડી સીટ પરથી સીએમ શિંદેએ ભર્યું ઉમેદવારી પત્ર
ઉદ્ધવ ઠાકરે સાહેબ અમારા માટે ભગવાન હતા. મારાથી ભૂલ થઈ, શિંદેસાહેબ પર ભરોસો કરવો એ ભૂલ હતી. ૩૯ ધારાસભ્યોનું પુનર્વસન થયું, તો મારા પતિની શું ભૂલ થઈ? એવો સવાલ તેમણે પૂછ્યો હતો. એ પ્રશ્ન સુમન વનગાએ પૂછ્યો છે. શ્રીનિવાસ વનગા ત્રણ-ચાર દિવસથી ખાતા નથી. દહાણુ વિધાનસભા આપશે તેવું કહેવામાં આવી રહ્યું છે પરંતુ ત્યાંથી પણ ઉમેદવારી આપવામાં આવી નથી.