જાલનામાં ટ્રક ડ્રાઇવર પર ગોળીબાર: સંબંધીની સંડોવણીની શંકા

જાલના: જાલના જિલ્લામાં 30 વર્ષના ટ્રક ડ્રાઇવર પર ત્રણ શખસોએ ગોળીબાર કર્યો હતો, જેમાં તે ઘવાયો હતો.
આર્થિક વિવાદને લઇ મંગળવારે રાતના ટ્રક ડ્રાઇવર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં તેના અમુક અમુક સંબંધી સંડોવાયેલા હોવાની પોલીસને શંકા છે.
ડ્રાઇવરની ઓળખ મોહંમદ રિઝવાન તરીકે થઇ હોઇ તે મુંબઈનો રહેવાસી છે. તેણે મંગળવો રાતે ભંગારથી ભરેલી ટ્રક નાગેવાડી ટોલ પ્લાઝા નજીક થોભાવી હતી. એ સમયે ત્યાં કાર આવી હતી, જેમાંથી ઊતરેલા ત્રણ શખસે રિઝવાન પર ગોળીબાર કર્યો હતો.
આપણ વાંચો: એક્સપ્રેસ ટ્રેનમાં પ્રવાસીઓ પર ગોળીબાર…તે વખતે આરપીએફના જવાનનું મગજ ઠેકાણે નહોતું: ફરિયાદી
ગોળીબારમાં ઘવાયેલા રિઝવાનને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો અને તેની તબિયત સ્થિર છે.
પોલીસ અધિકારી અનંત કુલકર્ણીએ જણાવ્યું હતું કે હુમલાખોરો રિઝવાનના સંબંધી હોવાની શંકા છે અને આર્થિક વિવાદને લઇ ગોળીબાર કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)