શોકિંગઃ 14 રખડતા શ્વાનને મારીને નાળામાં ફેંકી દેવાયા
મુંબઈ: કાંદિવલી વિસ્તારમાં 14 રખડતા શ્વાનનાં હાડપિંજર ગૂણીમાં ભરીને નાળામાં ફેંકી દેવામાં આવ્યાં હતાં, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પ્રકરણે નોંધાયેલી ફરિયાદને આધારે અજાણ્યા શખસો વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા તેમ જ પ્રિવેન્શન ઓફ ક્રૂઅલ્ટી ટુ એનિમલ્સ એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો.
આ પણ વાંચો: ભિવંડીમાં શ્વાને કરેલા હુમલામાં ઘવાયેલી બાળકીનું મૃત્યુ: લોકોમાં રોષ
કાંદિવલીના સાંઇ નગર વિસ્તારમાં શનિવારે નાળામાં પડેલી ગૂણી પર સ્થાનિકોની નજર પડી હતી, જેમાંથી શ્ર્વાનોને હાડપિંજર મળી આવ્યાં હતાં. નાળામાંથી મળેલાં હાડપિંજરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો.
આ વિસ્તારના રહેવાસીના જણાવ્યા અનુસાર આ ભયાનક અને લખલખું કરે એવી ઘટના હતી. જે અવસ્થામાં શ્વાન અવશેષો મળ્યા હતા એ જોઇને દિલ તૂટી જાય અને તેમનાં મૃત્યુ પહેલા તેમને કેવા દોજખમાંથી પસાર થવું પડ્યું હશે એ વિશેની ચિંતા ઊભી કરે છે.
(પીટીઆઇ)