આમચી મુંબઈ

શિવડી-વરલી કનેક્ટર માટે ટ્રાફિક પોલીસની મંજૂરીની રાહ…

60 ટકા પૂર્ણ, 10 એપ્રિલ સુધી મંજૂરી મળવાની શક્યતા

મુંબઈઃ શિવડી-વરલી કનેક્ટરનું કામકાજ 60 ટકા પૂર્ણ થઇ ગયું છે, પરંતુ બાકીનું કામ ટ્રાફિક પોલીસની મંજૂરીને કારણે અટકી પડ્યું છે. 100 વર્ષ જૂના પ્રભાદેવી બ્રિજને તોડીને નવો ડબલ ડેકર બ્રિજ ચોમાસા પહેલા બનાવવો જરૂરી છે. એમએમઆરડીએએ બ્રિજ બનાવવા માટે સુરક્ષા તથા ટેક્નિકસ બાબતોની વ્યવસ્થા કરી દીધી છે, પણ હવે ફક્ત ટ્રાફિક પોલીસની મંજૂરીની રાહ જોવાઇ રહી છે.

એમએમઆરડીએનું કહેવું છે કે પ્રભાદેવીના જૂના બ્રિજને તોડીને નવો બ્રિજ બનાવવા માટે ટેક્નિકલ અને સુરક્ષાની દરેક વ્યવસ્થા કરવામાં આવી છે, પરંતુ ટ્રાફિક પોલીસની મંજૂરીની રાહ જોવાઇ રહી છે જે 10મી એપ્રિલ સુધી મળવાની આશા છે. ચોમાસા પહેલા તેનું કામ પૂર્ણ કરવાનું બહુ જરૂરી છે.

અટલ સેતુ, વરલી-બાન્દ્રા સી-લિંક અને કોસ્ટલ રોડને થશે કનેક્ટ
અટલ સેતુથી આવનારા વાહનોને ઝડપથી વરલી સુધી પહોંચાડવા માટે 4.5 લાંબા શિવડી-વરલી કનેક્ટરનું કામ ચાલી રહ્યું છે. આ પ્રોજેક્ટ દ્વારા અટલ સેતુ, બાન્દ્રા-વરલી સી-લિંક અને કોસ્ટલ રોડને એકબીજા સાથે જોડાવની યોજના બનાવવામાં આવી છે. આ કનેક્ટરથી અટલ સેતુનો 15 ટકા ટ્રાફિક પસાર થવાની આશા છે.

આ પણ વાંચો : પાણીપતનું યુદ્ધ મરાઠાઓની બહાદુરીની નિશાની છે, પરાજયની નહીં: ફડણવીસ…

ડબલડેકર બ્રિજ બનાવવામાં આવશે
કનેક્ટરના નિર્માણ માટે એમએમઆરડીએ દ્વારા બે એફઓબી બનાવવામાં આવશે જેમાંથી એક હાર્બર લાઇન શિવડી સ્ટેશન નજીક બનશે જેનું કામ શરૂ થઇ ગયું છે, જ્યારે પ્રભાદેવી બ્રિજની જગ્યાએ નવો ડબલ ડેકર બ્રિજ બનશે.

અટલે સેતુથી વરલી વચ્ચે બે-બે લાઇનનો માર્ગ
બ્રિજના પ્રથમ સ્તર પર ડો. બાબાસાહેબ આંબેડકર માર્ગ અને સેનાપતિ બાપટ માર્ગ વચ્ચે વાહનોની અવરજવર માટે 2-2 લેન માર્ગ હશે. બીજા સ્તર પર અટલ સેતુથી વરલીની વચ્ચે બે-બે લેન હશે. વાહનોની અવરજવર માટે શિવડી તરફ 156 મીટર અને વરલી તરફ 209 મીટર એપ્રોચ રોડ બનશે.

આ પણ વાંચો : વિદ્યાવિહાર સ્ટેશન બહારના તક્ષશિલા બિલ્ડિંગમાં ભીષણ આગ,રહેવાસીઓને બચાવવા જતા સિક્યોરિટી ગાર્ડે જીવ ગુમાવ્યો

લોકોની સુવિધાનું રાખવામાં આવ્યું છે ધ્યાન
બ્રિજના નિર્માણ માટે એમએમઆરડીએને મધ્ય અને પશ્ચિમ રેલવે તરફથી બ્લોકની જરૂર પડશે. એમએમઆરડીએએ 12 મહિનામાં બ્રિજનું કામ પૂર્ણ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. લોકોની સુવિધાને ધ્યાનમાં રાખતા કામ ચાલુ હોય ત્યારે બ્રિજની બન્ને તરફ 24 કલાક માટે એમ્બ્યુલન્સની વ્યવસ્થા કરવામાં આવશે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button