આમચી મુંબઈમહારાષ્ટ્ર

શિવસેનાની અપાત્રતા પિટિશનની સુનાવણી: શિંદે જૂથની હવે થશે ઉલટતપાસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
વિધાનસભા અધ્યક્ષ રાહુલ નાર્વેકર અત્યારે શિવસેનાના વિધાનસભ્યોની અપાત્રતાના પ્રકરણની સુનાવણી દૈનિક ધોરણે કરી રહ્યા છે. વિધાનસભા અધ્યક્ષને સુપ્રીમ કોર્ટે 31 ડિસેમ્બર પહેલાં સુનાવણી પૂરી કરવાનો નિર્દેશ આપ્યો છે, જેને પગલે વિધાનસભા અધ્યક્ષ વિધાનભવનના સભાગૃહમાં આ સુનાવણી હાથ ધરી રહ્યા છે. સુનાવણી વખતે બંને જૂથના વકીલો તરફથી દલીલો કરવામાં આવી રહી છે.

રાહુલ નાર્વેકરે બુધવારે બંને જૂથોના વકીલ સાથે ચર્ચા કરી હતી. આ પ્રકરણે 12થી લઈને 20મી ડિસેમ્બર સુધીમાં અંતિમ સુનાવણી થશે. 20 ડિસેમ્બર બાદ 21 અને 22 તારીખે તત્કાળ બધા દસ્તાવેજો મુંબઈ પહોંચાડવાનું શક્ય નહીં હોવાથી તે બંને દિવસની સુનાવણી નાગપુરમાં જ કરવામાં આવશે.

એકનાથ શિંદેના જૂથના વકીલ મહેશ જેઠમલાનીએ ઠાકરે જૂથના પ્રતોદ (વ્હીપ) સુનિલ પ્રભુની ઉલટ તપાસ લીધી હતી. હવે ઠાકરે જૂથની ઉલટ તપાસ 30 તારીખે પૂરી થઈ જશે. ત્યાર બાદ તરત જ શિંદે જૂથની ઉલટ તપાસ શરૂ થશે. 1, 2, 7, 8 ડિસેમ્બર સુધી શિંદે જૂથની ઉલટ તપાસ ચાલશે.

આ પ્રકરણે 11થી 20 ડિસેમ્બર સુધીમાં અંતિમ સુનાવણી થશે. તા. 16 અને 17ને બાદ કરતાં રોજ સુનાવણી થશે. આ સુનાવણી માટે બે દિવસ વધારાના આપવામાં આવ્યા છે.

બુધવારે સુનિલ પ્રભુએ પોતાનું નિવેદન બદલ્યું હતું. પહેલાં જ્યારે તેમને પુછવામાં આવ્યું કે મુખ્ય પ્રધાન એકનાથ શિંદેને પત્ર કેવી રીતે મોકલવામાં આવ્યો ત્યારે તેમણે એમ કહ્યું હતું કે પત્ર વ્હોટ્સએપ દ્વારા મોકલવામાં આવ્યો હતો. જેને પગલે મહેશ જેઠમલાનીએ પેટા પ્રશ્ર્નો કર્યા હતા કે વ્હોટ્સએપ પર મોકલવામાં આવેલો પત્ર તમારા અંગત મોબાઈલ પરથી મોકલ્યો હતો કે પક્ષના કાર્યાલયમાં કામ કરનારા અન્ય વ્યક્તિના મોબાઈલ પરથી મોકલ્યો હતો? ત્યારે તેમણે એમ કહ્યું હતું કે કોના મોબાઈલ પરથી મોકલવામાં આવ્યો હતો તે તેમને યાદ નથી.

ભોજનના બ્રેક પછી પાછા આવ્યા બાદ તેમણે પોતાની સાક્ષી બદલવાની વિનંતી કરી હતી અને રાહુલ નાર્વેકરે મંજૂરી આપ્યા બાદ તેમણે કહ્યું હતું કે એકનાથ શિંદેને પત્ર (વ્હીપ) ઈમેઈલ કરવામાં આવ્યો હતો. અહીં ઉલ્લેખનીય છે કે મહેશ જેઠમલાનીએ વ્હોટ્સએપ પર નોટિસ મોકલવામાં આવ્યાના પુરાવા માગ્યા હતા.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…