આમચી મુંબઈ

શિવસેના યુબીટીના વિવાદાસ્પદ નેતા બડગુજર અને ભૂતપૂર્વ પ્રધાન ઘોલપનો ભાજપ પ્રવેશ

(અમારા પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: ભાજપના સ્થાનિક નેતાઓના વિરોધ છતાં શિવસેના યુબીટીના વિવાદાસ્પદ નેતા સુધાકર બડગુજર અને રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન બબનરાવ ઘોલપ ઉદ્ધવ ઠાકરેને રામ રામ કરીને ભાજપમાં જોડાઈ ગયા હતા. ભારે સસ્પેન્સ અને હાઈ ડ્રામા બાદ મંગળવારે આ પક્ષપ્રવેશ કરાવવામાં આવ્યો હતો.

મુશ્કેલ સમયમાં શિવસેના (યુબીટી)ના વડા ઉદ્ધવ ઠાકરેને ટેકો આપનારા નાશિકના નેતાઓ સુધાકર બડગુજર અને બબનરાવ ઘોલપ ભાજપમાં જોડાઈ ગયા છે. સુધાકર બડગુજર અને બબનરાવ ઘોલપનો ભાજપ પ્રવેશ કાર્યક્રમ ભાજપના પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળે, કાર્યકારી પ્રદેશ પ્રમુખ રવીન્દ્ર ચવ્હાણ અને પ્રધાન ગિરીશ મહાજનની હાજરીમાં યોજાયો હતો. ઉલ્લેખનીય છે કે, નાસિકમાં સ્થાનિક ભાજપ નેતાઓ અને પદાધિકારીઓના વિરોધને અવગણીને તેઓ આજે ભાજપ પક્ષમાં જોડાયા હતા. સુધાકર બડગુજર, ભૂતપૂર્વ પ્રધાન બબનરાવ ઘોલપ, ભૂતપૂર્વ મેયર નયના ઘોલપ અને તેમના કાર્યકરો ભાજપનો ખેસ પહેરીને પક્ષમાં જોડાયા હતા.

સુધાકર બડગુજર અને બબનરાવ ઘોલપના પક્ષ પ્રવેશનો દિવસ ખૂબ જ નાટકીય રહ્યો. છેલ્લા બે દિવસથી બડગુજર અને ઘોલપ ભાજપમાં જોડાશે એવી ચર્ચા ચાલી રહી હતી. આખરે, માહિતી સામે આવી કે તેઓ મંગળવારે પાર્ટીમાં જોડાશે, પરંતુ એવું કહેવામાં આવ્યું હતું કે સ્થાનિક ભાજપ નેતાઓ અને વરિષ્ઠ ભાજપ પદાધિકારીઓ પણ તેમના જોડાવાની વિરુદ્ધ હતા. ચર્ચાઓને વેગ મળ્યો તે પાછળનું કારણ એ હતું કે પ્રદેશ પ્રમુખ ચંદ્રશેખર બાવનકુળે અને રવિન્દ્ર ચવ્હાણ પાર્ટી પ્રવેશ કાર્યક્રમ માટે અઢી કલાક મોડા પહોંચ્યા હતા. એવું પણ કહેવામાં આવ્યું હતું કે તેમણે પાર્ટી પ્રવેશ મુલતવી રાખ્યો હતો. આખરે, આ અંગેની ચર્ચાએ જોર પકડ્યા પછી, બાવનકુળે અને રવિન્દ્ર ચવ્હાણ સ્થળ પર પહોંચ્યા હતા અને પક્ષ પ્રવેશ કાર્યક્રમ યોજાયો હતો. ગિરીશ મહાજન પહેલેથી જ પક્ષ પ્રવેશ કાર્યક્રમમાં પહોંચી ગયા હતા. સુધાકર બડગુજર તેમની આસપાસ ફરતા હતા, પરંતુ ભાજપના અન્ય નેતાઓ મોડા પહોંચ્યા હતા. આ વિલંબનું કારણ કેબિનેટ બેઠક હોવાનું કહેવામાં આવી રહ્યું હતું.

બડગુજરના પ્રવેશ સામે આંતરિક વિરોધને વધારતા, ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના વિધાનસભ્ય સીમા હિરેએ તેમને ‘દેશદ્રોહી’ ગણાવ્યા હતા.

એક પ્રાદેશિક ન્યૂઝ ચેનલ સાથે વાત કરતા, નાસિક (પશ્ચિમ)ના ધારાસભ્ય હિરેએ બડગુજરના પ્રવેશ સામે પોતાનો વિરોધ પુનરાવર્તિત કરતા કહ્યું, “હું પાર્ટીના કાર્યકરોમાંની એક હતી જેમણે બડગુજરનો વિરોધ કર્યો હતો અને તેમને રાષ્ટ્ર વિરોધી કહ્યા હતા. તેમની સામે ગંભીર ગુનાહિત કેસ છે. તેમણે મારી સામે ચૂંટણી પણ લડી હતી. હું તેમને પક્ષમાં કેવી રીતે આવકારી શકું?’

એક સમયે શિવસેના (ઞઇઝ) રાજ્યસભાના સાંસદ સંજય રાઉતના નજીકના ગણાતા બડગુજરને ગયા વર્ષના અંતમાં ભાજપની ટીકાનો સામનો કરવો પડ્યો હતો, જ્યારે એક વીડિયો સામે આવ્યો હતો જેમાં તેમને 1993ના મુંબઈ શ્રેણીબદ્ધ વિસ્ફોટોના આરોપી સલીમ ‘કુત્તા’ સાથે ડાન્સ કરતા જોવા મળ્યા હતા.

આ પણ વાંચો….સંજય રાઉત રાજકીય કમળાથી પીડાય છે, હું યોગ્ય દવા જાણું છું: ચંદ્રકાંત પાટીલ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Vipul Vaidya

મુંબઈ-સિટી-ડેસ્ક વરિષ્ઠ રાજકીય સંવાદદાતા જેમણે માહારાષ્ટ્રના રાજકારણ અને મહારાષ્ટ્ર સરકારના વહીવટી અહેવાલોનું વ્યાપક રિપોર્ટિંગ કર્યું છે. નાણાકીય, કૃષિ, સામાજિક ક્ષેત્રો અને અન્ય ક્ષેત્રોમાં વિકાસ પર અહેવાલ આપે છે. તેમને પત્રકારત્વ માટે ઘણા પુરસ્કારો એનાયત કરવામાં આવ્યા છે.ssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssssss More »
Back to top button