આમચી મુંબઈ

શિવસેના (યુબીટી) મુંબઈ આતંકવાદીઓને હવાલે કરવા માગે છે: શિવસેના

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: સ્વ. બાળ ઠાકરેને હિંદુહૃદયસમ્રાટ કહેવામાં આવતા હતા અને હવે શિવસેના (યુબીટી) જે રીતે લઘુમતી કોમની ચાકરી કરી રહી છે તેને જોઈને એવું લાગી રહ્યું છે કે આ અધ:પતન જોઈને બાળ ઠાકરેના આત્માને કેટલો ત્રાસ થતો હશે, એવા શબ્દોમાં મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શિવસેના (યુબીટી)ની ટીકા કરી હતી.

શિવસેના (યુબીટી)એ લઘુમતીઓની ચાકરી શરૂ કરી દીધી છે. મુંબઈ બોમ્બ બ્લાસ્ટના આરોપી ઈકબાલ મુસા શિવસેના (યુબીટી)ના ઉમેદવારની પ્રચાર રેલીમાં જોવા મળે છે. તેમની પ્રચાર રેલીમાં પાકિસ્તાની ઝંડા ફરકાવવામાં આવે છે એટલું જ નહીં, હવે તો શિવસેના (યુબીટી)ના ઉમેદવારો માટે ફતવા બહાર પાડવામાં આવી રહ્યા છે. હિંદુ હૃદય સમ્રાટ બાળાસાહેબ ઠાકરેને આ સાંભળીને જે દર્દ થતું હશે તેનો પણ વિચાર કરવામાં આવતો નથી, એમ એકનાથ શિંદેએ કહ્યું હતું.

વાસ્તવમાં રાજ્યમાં અત્યારે એવું ચિત્ર તૈયાર થયું છે કે રાજ્યમાં લઘુમતી કોમના લોકોને કૉંગ્રેસ અને એનસીપી કરતાં વધારે શિવસેના (યુબીટી) અનુકૂળ લાગી રહી છે. મુંબઈની છ સહિત લોકસભાની 13 બેઠક માટે સોમવારે મતદાન થવાનું છે તેમાં શિવસેના (યુબીટી)ને ખાસ વર્ગ દ્વારા સમર્થન જાહેર કરવામાં આવ્યું છે અને તેમને મતદાન માટે ઉતરવાની અપીલ ધર્મગુરુઓ અને સામાજિક અગ્રણીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે.

મુંબઈના પાલક મંત્રી દીપક કેસરકરે ટીકા કરી હતી કે પોતાને મરાઠી માણસ ગણાવતા ઉબાઠા (ઉદ્ધવ ઠાકરે) માત્ર મત માટે ચૂંટણીમાં સમાધાન કરીને મુંબઈને પાકિસ્તાની આતંકવાદીઓને સોંપવા માંગે છે. તેમણે મુંબઈગરાને સહાનુભૂતિના આધારે નહીં પણ હકીકતો પર નજર રાખીને મત આપવા શનિવારે અપીલ કરી હતી. ઉદ્ધવ ઠાકરે હવે હિંદુ શબ્દ બોલવાની હિંમત કરી શકતા નથી. પોતાના પિતા માટે હિંદુહૃદયસમ્રાટ વિશેષણનો ઉપયોગ કરી શકતા નથી. મુંબઈમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ થતી હતી ત્યારે મુંબઈના ઘણા ભાગોમાં પાકિસ્તાનની જીત બાદ ફટાકડા ફોડવામાં આવ્યા હતા, આની સામે વાંધો ઉઠાવીને બાળાસાહેબે આ બંધ કરાવવા માટે આક્રમક વલણ અપનાવ્યું હતું. પરંતુ અત્યારે શિવસેના (યુબીટી)ની પ્રચાર રેલીમાં મુંબઈ બોમ્બ ધડાકાના આરોપીઓ ફરતા જોવા મળે છે. બાળાસાહેબના કારણે મુંબઈ સુરક્ષિત હતું. પરંતુ હવે ચૂંટણી માટે બધા સમાધાન કરવા તૈયાર ઉદ્ધવ ઠાકરેને કારણે મુંબઈગરાનું હિત સંકટમાં છે એવું લાગી રહ્યું છે.

મહાનગરપાલિકામાં તેમના 25 વર્ષના શાસન દરમિયાન ઉદ્ધવ ઠાકરેએ મુંબાદેવી, મહાલક્ષ્મી અને સિદ્ધિવિનાયકના ત્રણ મહત્વપૂર્ણ મંદિરો માટે શું કર્યું છે.હિંદુ ભાઈ-બહેનોને બદલે દેશભક્ત ઉચ્ચારણ કરવાનું કેમ ચાલુ કરવામાં આવ્યું એવો સવાલ થઈ રહ્યો છે.

મહાયુતિનું હિન્દુત્વ નોકરી આપનારું છે. બીજી તરફ ઉદ્ધવ ઠાકરેએ મુંબઈમાં નોકરીઓ વિશે શું કર્યું? મુંબઈનું સિસ્ટર સિટી જર્મનીનું સ્ટુટગાર્ટ શહેર છે, પણ ત્યાં મરાઠી યુવાનોને શા માટે નોકરીઓ ન અપાઈ તેનો જવાબ પણ ઉદ્ધવે આપવો જોઈએ. આ સંદર્ભે મહાયુતિ સરકારે નિર્ણય લીધો અને ચાર લાખ યુવાનોને નોકરીના કોન્ટ્રાક્ટ આપ્યા. જર્મનીના છ શહેરોમાં મરાઠી યુવાનો માટે રોજગાર અને ફેમિલી વિઝા આપવા માટે કરાર કરવામાં આવ્યો હતો, એમ પણ એકનાથ શિંદેએ કહ્યું હતું.
એકનાથ શિંદેએ એમએમઆરની બધી જ 10 બેઠકો પર મહાયુતિનો જ્વલંત વિજય થશે એવો વિશ્ર્વાસ વ્યક્ત કર્યો હતો

PM Narendra Modiએ આ રીતે વધારે Shivsenaના Sanjay Rautની મુશ્કેલી…
ઉદ્ધવ ઠાકરે રંગ બદલતો કાચિંડો છે; આટલી ઝડપથી રંગ બદલતો કાચિંડો ક્યારેય જોયો નથી: એકનાથ શિંદે
શિવસેના (યુબીટી) પાકિસ્તાન તરફી: મુખ્યમંત્રી એકનાથ શિંદે

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button