મહાયુતિમાં તિરાડ! શિવસેનાએ એક જ પરિવારના 6 સભ્યોને ટિકિટ આપતા ભાજપ નારાજ,

બદલાપુર: મહારાષ્ટ્રમાં અગામી મહિનાઓમાં યોજાનરી સ્થાનિક સ્વરાજની ચૂંટણી મામલે રાજકારણ દિવસેને દિવસે ગરમાઈ રહ્યું છે. ખાસ કરીને ભાજપ અને શિવ સેના(એકનાથ શિંદે જૂથ) વચ્ચે વધી રહેલી તિરાડના સમાચાર ચર્ચાના કેન્દ્રમાં છે. એવામાં શિવ સેના થાણે જિલ્લાના બદલાપુરમાં મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીઓ માટે એક જ પરિવારના છ સભ્યોને ટીકીટ આપી છે, જેને કારણે વિવાદ સર્જાયો છે. ભાજપે શિવસેના પર પરિવારવાદનો આરોપ લગાવ્યો છે.
મહાયુતિમાં મતભેદો વકરશે?
નોંધનીય છે કે નાંદેડ જિલ્લાની લોહા મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણી માટે ભાજપે એક જ પરિવારના છ સભ્યોને ઉમેદવાર બનાવ્યા હતાં, જેને કારણે મહારાષ્ટ્રમાં સત્તાધારી મહાયુતી ગઠબંધનમાં મતભેદો સર્જાયા હતાં. રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (અજિત પવાર)ના નેતાઓ ભાજપ સામે નારાજગી વ્યક્ત કરી હતી. હવે શિવ સેનાએ બદલાપુરમાં એક જ પરિવારના છ સભ્યોને ઉમેદવાર બનાવ્યા છે. જેને કારણે આ મતભેદો વધુ વકરી શકે છે.
મ્હાત્રે પરિવારના છ ઉમેદવારો:
કુલ 49 સભ્યોની બદલાપુર કાઉન્સિલની ચૂંટણી માટે શિવ સેનાએ એક પરિવારના છ સભ્યોને ટીકીટ આપી છે. બદલાપુરના રાજકારણમાં પ્રભાવ ધરાવતા વામન મ્હાત્રે, તેમના પત્ની, પુત્ર, ભાઈ, ભાભી અને ભત્રીજાને શિવસેનાએ ઉમેદવાર બનાવ્યા છે. અધ્યક્ષ પદ માટેની ટિકિટ પણ આ જ પરિવારના એક સભ્યને આપવામાં આવી છે.
શિવ સેનાના આ પગલાની મહાયુતીના નેતાઓ જ ટીકા કરી રહ્યા છે. ભાજપે શિવસેના પર વંશવાદનો આરોપ લગાવ્યો. ભાજપે કહ્યું કે કે શિવસેના પાસે લાયક કાર્યકરોની અછત છે.
શિવસેનામાં આંતરિક નારાજગી:
નોંધનીય છે કે વર્ષ 2015માં થયેલી ચૂંટણીમાં મ્હાત્રે પરિવારના ચાર સભ્યો કાઉન્સિલર તરીકે ચૂંટાયા હતાં, પરંતુ આ વખતે છ સભ્યોને એક જ પક્ષમાંથી ટીકીટ મળી છે, જે દર્શાવે છે કે મ્હાત્રે પરિવારનો દબદબો વધી રહ્યો છે. આ પગલાને કારણે શિવસેના જૂના કાર્કર્તાઓમાં નારાજગી વ્યાપી છે, જેના કારણે શિવ સેનામાં તિરાડ પસી શકે છે.
પરિવારવાદનો મુદ્દો ચર્ચામાં:
ભાજપ જયારે શિવ સેના પર આરોપ લગાવી રહ્યું છે ત્યારે તેમને પણ પ્રમુખ રાજેન્દ્ર ઘોરપડે અને તેમના પત્ની બંને ટીકીટ આપી છે. જ્યારે શિવસેના(ઉદ્ધવ બલા સાહેબ ઠાકરે)એ પણ પ્રશાંત પાલાંડે અને પ્રાચી પાલાંડેને ટીકીટ આપી છે. મતલબ કે બદલાપુર મ્યુનિસિપલ કાઉન્સિલની ચૂંટણીમાં પરિવારવાદ મહત્વનો મુદ્દો રહેશે.
આ પણ વાંચો…‘લંકા તો અમે બાળીશું કેમ કે….’ ફડણવીસે એકનાથ શિંદેને આપ્યો જવાબ! મહાયુતિમાં તિરાડના અહેવાલ



