આમચી મુંબઈમહારાષ્ટ્ર
શિવસેના અને એનસીપીના સાંસદો વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: શિવસેના અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (એનસીપી)ના નવા ચૂંટાયેલા સાંસદોએ સોમવારે નવી દિલ્હીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સૌજન્ય મુલાકાત લીધી હતી. મહારાષ્ટ્રના સાંસદોએ વડાપ્રધાન મોદીને સતત ત્રીજા કાર્યકાળ માટે અભિનંદન પાઠવ્યા અને તેમના દેશને વિકાસના માર્ગ પર આગળ લઈ જવાના ભાવિ પ્રયાસો માટે શુભેચ્છાઓ પાઠવી હતી.
બેઠક દરમિયાન વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રમાં વિકાસ કાર્યો અંગે ચર્ચા કરી હતી. શિવસેનાના સાંસદોએ વડાપ્રધાન સાથે મહારાષ્ટ્રને લગતા વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
આ પ્રતિનિધિ મંડળે વડાપ્રધાન મોદીને વિઠ્ઠલ-રખમાઈની પ્રતિમા અર્પણ કરી હતી. વડાપ્રધાને સાંસદો સાથે અંદાજે અડધો કલાક ચર્ચા કરી હતી અને તેમને સંસદમાં સકારાત્મક અને સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહિત કર્યા હતા.