મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનપદનો ગરમાટો દિલ્હીમાં પણ, શિંદેના સાંસદો પીએમને મળવા દોડ્યા
મુંબઈઃ મુખ્ય પ્રધાન તરીકે એકનાથ શિંદે રાજીનામું આપી ચૂક્યા છે અને રાજ્યના નવા મુખ્ય પ્રધાન માટે ધમધમાટ ચાલી રહ્યો છે. તેવામાં ખબરો આવી રહી છે કે દિલ્હીમાં પણ દોડાદોડ થઈ રહી છે.
દિલ્હી ખાતે શિંદેના સાત સાંસદે વડા પ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતનો સમય માગ્યો છે. સંસદનું શિયાળુ સત્ર ચાલી રહ્યું હોવાથી તમામ સાંસદ દિલ્હીમાં છે અને તેમણે મોદીને મળવા માટે સમય માગ્યો હોવાનું એક અહેવાલમાં જાણવા મળ્યું છે.
શિંદેને ફરી મહારાષ્ટ્રના નાથનો તાજ પહેરાવવામાં આવે તેવી વિનંતી સાથે તેઓ મોદીને મળવાના મહોવાની ચર્ચા છે. જોકે આ મુલાકાત વડા પ્રધાનનો આભાર માનવા માટેની હોવાનું કહેવાય છે, પરંતુ શિંદેની ઈચ્છા પણ ફરી આ પદ પર બેસવાની હોવાથી સાંસદો મોદીને આ મામલે વિચાર કરવાની અપીલ માટે દિલ્હી ખાતે મળવા ઈચ્છતા હોવાનું પણ કહેવાય છે.
આ પણ વાંચો…મુખ્યપ્રધાન એકનાથ શિંદેએ આપ્યુ રાજીનામું
જોકે આ અંગે કોઈ સત્તાવાર માહિતી મળી નથી.