આમચી મુંબઈમહારાષ્ટ્ર

શિંદેએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમમાં જઈને પરિસ્થિતિની સમીક્ષા કરી

મુંબઈ: મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન એકનાથ શિંદે સોમવારે મંત્રાલયમાં એક બેઠકની અધ્યક્ષતા કરીને અને બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએમસી) ના કંટ્રોલ રૂમની મુલાકાત લઈને મુંબઈમાં ભારે વરસાદની સ્થિતિની સમીક્ષા કરી હતી.
મુંબઈના કેટલાક વિસ્તારોમાં સવારે 7 વાગ્યે પૂરા થતા માત્ર છ કલાકમાં 300 મીમીથી વધુ વરસાદ થયો હતો, જેના કારણે રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા.

ટ્રેક પર પાણી જમા થવાને કારણે સેન્ટ્રલ રેલવેના રૂટ પર લોકલ ટ્રેનોની સેવાઓને ભારે અસર થઈ હતી, જ્યારે આઉટ-સ્ટેશન ટ્રેનો સમય કરતાં મોડી ચાલી રહી હતી.

મંત્રાલયમાં રાહત અને પુનર્વસન અને આપત્તિ વ્યવસ્થાપન ખાતાના રાજ્યકક્ષાના પ્રધાન અનિલ પાટીલ પણ હાજર હતા.
મંત્રાલયમાં બેઠકમાં હાજરી આપ્યા પછી શિંદે પાલિકા મુખ્યાલયમાં ડિઝાસ્ટર ડિપાર્ટમેન્ટના કંટ્રોલ રૂમમાં ગયા અને પરિસ્થિતિની સમીક્ષા કરી હતી.

તેમની સાથે મુંબઈ અને મુંબઈ ઉપનગરોના પાલક પ્રધાનો દીપક કેસરકર અને મંગલ પ્રભાત લોઢા, તેમના કેબિનેટમાં સાથી ગિરીશ મહાજન, રાજ્યના મુખ્ય સચિવ સુજાતા સૌનિક, મ્યુનિસિપલ કમિશનર ભૂષણ ગગરાણી અને વરિષ્ઠ આઈએએસ અધિકારી આઈએસ ચહલ પણ હતા.

મુખ્ય પ્રધાનને પાલિકા અધિકારીઓ દ્વારા પરિસ્થિતિની જાણકારી આપવામાં આવી હતી.
ભારે વરસાદ અને ઊંચી ભરતીની ચેતવણીને ધ્યાનમાં રાખીને પાલિકાએ નાગરિકોને અફવાઓ પર વિશ્વાસ ન કરવા અને કટોકટીની મદદ માટે નિયંત્રણ નંબરો ડાયલ કરવાની અપીલ કરી હતી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button