શિંદેએ એઆઈ દ્વારા બાળ ઠાકરેનો અવાજ બનાવવા બદલ સેના-યુબીટીની ટીકા કરી અને હલકું કૃત્ય ગણાવ્યું

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મહારાષ્ટ્રના નાયબ મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ ગુરુવારે કહ્યું હતું કે શિવસેના (યુબીટી)એ એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને સેનાના વડા સ્વર્ગસ્થ બાળ ઠાકરેનો અવાજ ફરીથી બનાવીને તેમને અપમાનિત કર્યા હતા.
શિંદેએ પત્રકારોને જણાવ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેએ તેમના પિતાના આદર્શો સાથે ‘વિશ્ર્વાસઘાત’ કર્યો હોવાથી કોઈ શિવસેના (યુબીટી) સાથે રહેશે નહીં. ‘અમે શિવસેનાને કોંગ્રેસના ચુંગાલમાંથી મુક્ત કરી હતી. તેઓ (ઉદ્ધવ ઠાકરે અને તેમની પાર્ટી) માત્ર સત્તા પરથી જ નહીં, પરંતુ લોકોના મનમાંથી પણ દૂર થઈ ગયા છે.
આપણ વાંચો: પાયલોટની ખુરશી બદલાઈ ગઈ છે, એકનાથ શિંદેએ ફરી એકવાર મુખ્ય પ્રધાનપદ પર ટિપ્પણી કરી
જો તેમની પાસે થોડી પણ શરમ બાકી હોય, તો તેમણે આવા બાલિશ કૃત્યો ન કરવા જોઈએ અને બાળાસાહેબને અપમાનિત ન કરવા જોઈએ. બાલાસાહેબની છબીને નુકસાન થાય તેવું વર્તન ન કરવું જોઈએ,’ એમ તેમણે ઉમેર્યું હતું.
શિંદેએ 2022માં ઉદ્ધવ ઠાકરેના નેતૃત્વ સામે બળવો કર્યો હતો અને પાર્ટીનું વિભાજન કર્યું હતું.
તેમના ટીકાઓ અંગે પુછવામાં આવતાં સેના (યુબીટી)ના સાંસદ સંજય રાઉતે કહ્યું હતું કે જેમણે સેનાના સ્થાપકના નામનો ઉપયોગ કરીને ‘નકલી શિવસેના’ બનાવી છે તેમણે આ મુદ્દા પર ટિપ્પણી ન કરવી જોઈએ.
આપણ વાંચો: મહારાષ્ટ્ર કેબિનેટમાં સાત મહત્ત્વના નિર્ણય: એકનાથ શિંદેને ઝૂકતું માપ…
ગયા મહિને પણ પાર્ટીના એક કાર્યક્રમમાં બાળ ઠાકરેનો અવાજ બનાવવા માટે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, અને તેમાં કંઈ નવું નહોતું, એમ તેમણે જણાવ્યું હતું.
બુધવારે ઉત્તર મહારાષ્ટ્રના નાસિકમાં સેના (યુબીટી)ના મેળાવડામાં બાળ ઠાકરે જેવા અવાજમાં 13 મિનિટનું ભાષણ વગાડવામાં આવ્યું હતું. તેમાં પાર્ટીના દિવંગત સ્થાપકની ટ્રેડમાર્ક લાઇન પણ હતી.
બીજી તરફ રાજ્ય ભાજપના વડા ચંદ્રશેખર બાવનકુલેએ બુધવારે સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પરની એક પોસ્ટમાં એઆઈ દ્વારા બાળ ઠાકરેનો અવાજ તૈયાર કરીને ભાષણ કરાવવાના પગલાંને બાલીશ કૃત્ય ગણાવ્યું હતું.