આમચી મુંબઈટોપ ન્યૂઝમહારાષ્ટ્ર

શિંદે સરકાર જશે કે રહેશે: મહારાષ્ટ્રના રાજકારણમાં તોફાન પહેલાની શાંતિ છે?

મુંબઈઃ સુપ્રીમ કોર્ટે મહારાષ્ટ્ર વિધાનસભાના અધ્યક્ષ રાહુલ નાર્વેકરને શિવસેનાના વિધાનસભ્યની અપાત્રતાના કેસ પર ચુકાદો આપવા માટે ૧૦ જાન્યુઆરી, ૨૦૨૪ સુધીનો સમય આપ્યો છે, જેમાં ચુકાદો જો શિંદેની વિરોધમાં આવશે તો મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ આવી શકે છે. માત્ર બે દિવસ બાદ શિવસેનાના વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાનો નિર્ણય બહાર આવશે.

જેમ જેમ આ તારીખ નજીક આવી રહી છે તેમ તેમ શિવસેનાના વિધાનસભ્યોનો ડર વધ્યો છે. દસમી જાન્યુઆરીના સાંજના ચાર વાગ્યે ચુકાદો આવી શકે છે અને જો શિંદે જૂથના 16 વિધાનસભ્યને અયોગ્ય જાહેર કરશે તો મહારાષ્ટ્ર સરકાર સામે મોટી મુશ્કેલી આવશે.

શિવસેનાના ઠાકરે જૂથે શિંદે જૂથના 16 વિધાનસભ્ય સહિત મુખ્યપ્રધાન એકનાથ શિંદેને પણ ગેરલાયક ઠેરવવાની માંગ કરી છે. બુધવાર સુધીમાં વિધાનસભાના અધ્યક્ષ તરફથી યોગ્ય પરિણામ અપેક્ષિત છે. આ મામલે સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે, હવે નાર્વેકરને સુપ્રીમ કોર્ટ તરફથી એક્સટેન્શન મળવાની શક્યતા ઓછી છે.

જો એકનાથ શિંદેને ગેરલાયક ઠેરવવામાં આવે તો મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી ઉથલપાથલ થઈ શકે છે અને જો શિંદે જૂથના વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવામાં આવે તો નેતૃત્વમાં ફેરફાર અથવા અન્ય કોઈ આંદોલન થઈ શકે છે.

દરમિયાન, નાયબ મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે પહેલેથી જ સ્પષ્ટતા કરી છે કે જો એકનાથ શિંદેને ગેરલાયક ઠેરવવામાં આવશે તો તેમને વિધાનપરિષદમાં નિયુક્ત કરવામાં આવશે અને તેમને મુખ્ય પ્રધાન તરીકે જાળવી રાખવામાં આવશે. વિધાનસભ્યોને ગેરલાયક ઠેરવવાના ચુકાદા પહેલા જ અલગ-અલગ રાજકીય પ્રતિક્રિયાઓ આવવા લાગી છે. નરહરિ ઝિરાવલ, જેઓ મહા વિકાસ આઘાડી (એમવીએ) સરકાર અને હવે મહાયુતિ સરકાર દરમિયાન વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર હતા.

તેમણે કહ્યું હતું કે વિધાનસભ્યને ગેરલાયક ઠેરવવા સાથે મારો શું સંબંધ? પહેલા હું મક્કમ હતો, પણ પછી હું ત્યાં (માવિયા સરકારમાં) હતો. પરંતુ હવે હું ત્યાં નથી, તેથી હવે હું તેના વિશે વાત કરીશ નહીં. દરમિયાન, શિવસેનાના શિંદે જૂથના નેતા અને રાજ્યના પાણી પુરવઠા અને સ્વચ્છતા પ્રધાન ગુલાબરાવ પાટીલે પણ ધારાસભ્યોને ગેરલાયક ઠેરવવા પર ટિપ્પણી કરી છે.

પાટીલ પાર્ટીના કાર્યકરોએ બેઠકમાં કહ્યું હતું કે હવે યુદ્ધની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. આ તૈયારી દરમિયાન, વિવિધ તોફાનો વધવા લાગ્યા છે. કેટલાક પૂછે છે કે ૧૦ જાન્યુઆરીએ તમારું (શિંદે જૂથ) શું થશે? મારી પાસે તેમના માટે એક જ જવાબ છે. તે અમે જોઇ લેશું. અમે શહીદ થઈશું કે અમને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે, તે અમે જે લેશું. તમે તેની ચિંતા કરશો નહીં.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર વિધાનસભામાં 288 બેઠક છે, જ્યારે સરકાર બનાવવા માટે 145 બેઠક જરુરી છે. હાલમાં શિંદે સરકારની પાસે 166 વિધાનસભ્ય છે, જ્યારે મહાવિકાસ આઘાડી (એમવીએ) પાસે 122 વિધાનસભ્ય છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button