Saif Ali Khanની સ્પીડી રિકવરી માટે Shatrughna Sinhaએ પોસ્ટ કરી પણ… | મુંબઈ સમાચાર

Saif Ali Khanની સ્પીડી રિકવરી માટે Shatrughna Sinhaએ પોસ્ટ કરી પણ…

બોલીવૂડ એક્ટર સૈફ અલી ખાન પર થયેલાં હુમલાના કેસમાં મુંબઈ પોલીસને મોટી સફળતા મળી છે. પોલીસે એક્ટર પર હુમલો કરનારા શકમંદ આરોપીની થાણેથી ધરપકડ કરી છે. સૈફ પર હુમલા બાદ ઈન્ડસ્ટ્રીના સ્ટાર્સ રિએક્શન આપી રહ્યા છે. હવે દિગ્ગજ અભિનેતા શત્રુઘ્ન સિન્હાએ સૈફ અલી ખાન પર થયેલા હુમલા બાબતે પ્રતિક્રિયા આપી હતી. સૈફને પોતાનું સમર્થન આપતા સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી હતી અને સૈફ અને કરિનાનો ફોટો પણ શેર કર્યો હતો. પરંતુ હવે શત્રુઘ્ન માટે આ પોસ્ટ જ માથાનો દુઃખાવો બની ગઈ છે. ચાલો તમને આખો કિસ્સો જણાવીએ-

વાત જાણે એમ છે કે શત્રુઘ્ન સિન્હાએ સૈફ અલી ખાનને સપોર્ટ આપતી પોસ્ટ સાથે જે ફોટો શેર કર્યો છે એ એઆઈ જનરેટેડ છે. ફોટોમાં સૈફ અલી ખાન હોસ્પિટલના બેડ પર છે અને કરિના તેની બાજુમાં બેઠી છે. આ ફોટો પર યુઝર્સ કમેન્ટ કરી રહ્યા છે અને તેમણે જ શત્રુઘ્નનું ધ્યાન દોર્યું હતું કે તેમણે કરિના અને સૈફનો એઆઈ જનરેટેડ ફોટો શેર કર્યો છે. બીજા યુઝરે લખ્યું છે કે સૈફ-કરિનાનો એઆઈ જનરેટેડ ફોટો શેર કરવાની શું જરૂર હતી?

આ પણ વાંચો: સૈફ અલી ખાન પર હુમલો કરનાર બાંગ્લાદેશથી કોલકાતા આવ્યો હતો: અજિત પવાર

યુઝર્સની કમેન્ટ જોયા બાદ તરત જ શત્રુઘ્ન સિન્હાએ પોતાની પોસ્ટ ડિલિટ કરી નાખી હતી અને વિધાઉટ ફોટો રિએક્શન શેર કર્યું હતું. તેમણે પોતાના ટ્વીટમાં મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ, નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર અને એકનાથ શિંદેના એક્શનના વખાણ કરતાં તેમનો આભાર માન્યો હતો. આ સાથે સેફની સ્પીડી રિક્વરી માટે પણ પ્રાર્થના કરી હતી.

આ પણ વાંચો: આખરે સૈફનો હુમલાખોર થાણેથી પકડાયો : શા માટે કર્યો હતો હુમલો…

પોતાની ટ્વીટમાં શત્રુઘ્ન સિન્હાએ લખ્યું હતું કે સૈફ અલી ખાન થયેલો હુમલો દુઃખદ અને દુર્ભાગ્યપૂર્ણ છે. ભગવાનનો આભાર કે તે ઝડપથી સાજો થઈ રહ્યો છે. એક વિનમ્ર અપીલ છે કે એકબીજાના માથે માછલા ધોવાનું બંધ કરો. પોલીસ પોતાનું કામ ખૂબ જ સારી રીતે કરી રહી છે. આ બાબતને વધારે ગૂંચવી દેવાની જરૂર નથી. જલદી આ કેસ સોલ્વ થઈ જશે. સૈફ ઈન્ડસ્ટ્રીના બેસ્ટ સ્ટારમાંથી એક છે અને તે નેશનલ એવોર્ડ વિનર અને પદ્મશ્રીથી સન્માનિત છે. કાયદો પોતાનું કામ કરશે, કારણ કે વાત સાચી દિશામાં આગળ વધી રહી છે.

Back to top button