આમચી મુંબઈ

ફડણવીસના દાવા સામે શશિકાંત શિંદેએ લીધા અજિત પવારના અસ્થિના સોગંદ, કહ્યું દાદા સાથે થઈ હતી ચર્ચા….

મુંબઈ: ​જો બંને રાષ્ટ્રવાદી (એનસીપી) પક્ષોના વિલીનીકરણની ચર્ચા ચાલી રહી હોત તો અજિત પવારે મને ચોક્કસ જણાવ્યું હોત – તેમ કહીને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે આડકતરી રીતે દાવો કર્યો હતો કે આવી કોઈ ચર્ચા ચાલી રહી નહોતી.

ફડણવીસના આ દાવા બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના પ્રદેશ અધ્યક્ષ શશિકાંત શિંદેએ અજિત પવારના અસ્થિના સોગંદ ખાઈને કહ્યું હતું કે ચર્ચા થઈ હતી, અને આ રીતે ફડણવીસને નિરુત્તર કરવાનો પ્રયાસ કર્યો હતો.

શશિકાંત શિંદેએ કહ્યું કે, “મારે આમાં કોઈ રાજકારણ કરવું નથી. દાદાના નિધન પછી અમે કોઈ રાજકીય ફાયદો ઉઠાવી રહ્યા છીએ, તેવું ચિત્ર મહારાષ્ટ્રની જનતા સામે જાય તે દુર્ભાગ્યપૂર્ણ છે.

આપણ વાચો: નિધનના ચાર દિવસ પહેલાં જ અજિત પવારે કહ્યું હતું કે નિયતીનો બોલાવો આવે તો…

હું અજિત પવારના અસ્થિના સોગંદ ખાઈને કહું છું કે, અજિત પવારે અમારી સાથે વિલીનીકરણ અંગે ચર્ચા કરી હતી. અજિત પવારે કહ્યું હતું કે, ‘મારી વરિષ્ઠો સાથે ચર્ચા થઈ ગઈ છે!’

ફડણવીસે આ બાબતે કહ્યું કે અજિત પવારે અમને વિલીનીકરણ વિશે જાણ કરી હોત. બીજી તરફ શશિકાંત શિંદેએ જણાવ્યું કે, અજિત પવારે આ બાબતે કોની સાથે ચર્ચા કરવી અને કોને કહેવું, તે તેમનો પ્રશ્ન હતો. અમે તેમને પૂછ્યું ત્યારે તેમણે જવાબ આપ્યો હતો કે મારો નિર્ણય લેવાઈ ગયો છે અને મેં વરિષ્ઠો સાથે પણ ચર્ચા કરી લીધી છે.

‘અજિતદાદાના જવાબ પછી, અમને કોઈને પૂછવાનું યોગ્ય લાગ્યું નહીં. છેવટે, એક ચિત્ર દોરવામાં આવી રહ્યું છે કે દાદાના ગયા પછી, શરદચંદ્ર પવારનો પક્ષ આનો રાજકીય લાભ લેવા માંગે છે, પરંતુ હું સ્પષ્ટ કરવા માંગુ છું કે મહારાષ્ટ્રની સામે આવી તસવીર રજૂ કરવામાં આવી રહી છે તે દુર્ભાગ્યપૂર્ણ છે’ શશિકાંત શિંદેએ ઉમેર્યુ હતું.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button