આમચી મુંબઈ

શૅર ટ્રેડિંગ ફ્રોડમાં મહિલા સોફ્ટવેર એન્જિનિયરે રૂ. 91 લાખ ગુમાવ્યા

થાણે: થાણે જિલ્લામાં 40 વર્ષની મહિલા સોફ્ટવેર એન્જિનિયરે શૅર ટ્રેડિંગ ફ્રોડમાં રૂ. 91 લાખ ગુમાવ્યા બાદ તેણે ત્રણ વ્યક્તિ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આ પ્રકરણે ત્રણ જણ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો.
ડોંબિવલીના શંખેશ્ર્વરનગરમાં રહેતી મહિલાનો આરોપીઓએ 2 જુલાઇથી 6 ઑગસ્ટ દરમિયાન સંપર્ક સાધ્યો હતો અને તેને શૅર ટ્રેડિંગમાં રોકાણ પર આકર્ષક વળતરની લાલચ આપી હતી, એમ માનપાડા પોલીસ સ્ટેશનના અધિકારીએ જણાવ્યુંં હતું.

શૅરમાં ટ્રેડિંગ માટે આરોપીઓએ મહિલાને સોશિયલ મીડિયાના વિવિધ ગ્રૂપ્સમાં સભ્ય બનાવી હતી અને તેણે સારું વળતર મેળવવા માટે રૂ. 91 લાખનું રોકાણ કર્યું હતું.

જોકે તેને રોકાણ પર કોઇ વળતર મળ્યું નહોતું અને તેણે આરોપીઓનો સંપર્ક સાધતાં તેઓ તેને ટાળવા લાગ્યા હતા. પોતે છેતરાઇ હોવાનું ધ્યાનમાં આવતાં મહિલાએ રવિવારે પોલીસનો સંપર્ક સાધી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદને આધારે માનપાડા પોલીસે ત્રણેય આરોપી સામે ગુનો દાખલ કરીને તપાસ આદરી હતી. (પીટીઆઇ)

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આજે પવિત્ર શ્રાવણ મહિનાનો શઁકર ભગવાનનો પ્રિય સોમવાર છે આજે બુધ અસ્ત થઈને કરશે આ રાશિના જાતકોને માલામાલ, જોઈ લો તમારી પણ રાશિ છે ને… આટલું કરશો…તો હંમેશાં ઘરમાં રહેશે લક્ષ્મીજીનો વાસ 18 ઓગસ્ટ શનિ બદલશે ચાલ અને 47 દિવસ સુધી આ રાશિના લોકોના કરશે પૈસાથી માલામાલ