શરદ પવાર ચૂંટણી પહેલા ભાજપ અને એનસીપીમાંથી ઈન-કમિંગનો સંકેત આપે છે; રામરાજે નાઈક નિમ્બાલકરનો નંબર?
ઈન્દાપુર: દેશના દિગ્ગજ રાજકારણીમાં સ્થાન ધરાવતા શરદ પવારે સોમવારે મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલા તેમના ભત્રીજા અજિત પવારની આગેવાની હેઠળની એનસીપી અને તેની સાથે સત્તાધારી ગઠબંધનમાં સામેલ ભાજપમાંથી વધુ લોકો પાર્ટી છોડીને શરદ પવારની પાર્ટીમાં જોડાશે એવા સંકેત આપ્યા હતા.
ઈન્દાપુરમાં એક સભાને સંબોધતા પવારે લોકોને આગામી ચૂંટણી માટે ભાજપમાંથી પક્ષમાં આવેલા હર્ષવર્ધન પાટીલને ઉમેદવારી જાહેર કરતાં પાટિલને રાજ્ય વિધાનસભામાં મોકલવાની અપીલ લોકોને કરી હતી.
પવારે એવો પણ સંકેત આપ્યો હતો કે રાજ્ય વિધાન પરિષદના ભૂતપૂર્વ અધ્યક્ષ રામરાજે નાઈક-નિમ્બાલકર, જે હાલમાં અજિત પવાર કેમ્પમાં છે, 14 ઓક્ટોબરે એનસીપી (એસપી)માં જોડાઈ શકે છે.
મને કોઈ વ્યક્તિનો ફોન આવ્યો કે જેમ મેં ઈન્દાપુરની મુલાકાત લીધી તેમ 14 ઓક્ટોબરે આવવાનું કહ્યું. મેં ક્યાં અને કયા હેતુ માટે પૂછ્યું. મને કહેવામાં આવ્યું હતું કે ઈન્દાપુરની જેવા જ હેતુ માટે છે. મેં પૂછ્યું ક્યાં જવું છે? ફલટણ સમજાયું? તો આગળનું સ્ટોપ ફલટણ છે. તે પછી મોટાભાગનો મહિનો બુક થઈ જાય છે, એમ શરદ પવારે કહ્યું હતું.
ફલટન એ નિમ્બાલકરનું હોમ ગ્રાઉન્ડ છે જેમણે 1995માં અપક્ષ તરીકે અને 1999 અને 2004માં એનસીપી (અવિભાજિત)ના નેતા તરીકે મતવિસ્તારનું પ્રતિનિધિત્વ કર્યું હતું.
રસપ્રદ વાત એ છે કે નિમ્બાલકરે રવિવારે કહ્યું હતું કે તેમને શરદ પવારને છોડી દેવા અને 2023માં અજિત પવાર સાથે હાથ મિલાવવાનો ખેદ છે. ‘મેં પક્ષના કાર્યકરોની સલામતી સુનિશ્ર્ચિત કરવા (અજિત પવાર કેમ્પમાં જોડાવા માટે) આમ કર્યું હતું, જે બન્યું ન હતું, એવો દાવો તેમણે કર્યો હતો.
અહીં ઉલ્લેખનીય છે કે અનેક પક્ષ પલટા કરી ચૂકેલા હર્ષવર્ધન પાટીલે 2019માં ભાજપમાં જોડાવા માટે કોંગ્રેસ છોડી દીધી હતી. તેમના ભાજપમાંથી બહાર નીકળવાને નાયબ મુખ્ય પ્રધાન અને વરિષ્ઠ ભાજપના નેતા દેવેન્દ્ર ફડણવીસ માટે આંચકા સમાન જોવામાં આવે છે.
પવારે પાટીલ અને તેમના પિતા, બારામતીના ભૂતપૂર્વ સાંસદ શંકરરાવ પાટીલ દ્વારા આપવામાં આવેલા નોંધપાત્ર યોગદાનનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે, કૃષિ સુધારા અને ગ્રામીણ વિકાસ માટેના સમર્પણ માટે, રાજ્યના ભૂતપૂર્વ પ્રધાન પાટીલ પ્રશંસાને પાત્ર છે.
અમે ભલે અલગ-અલગ પક્ષોમાં હોઈએ, પરંતુ જ્યારે મહારાષ્ટ્રના ખેડૂતોના કલ્યાણની વાત આવે ત્યારે અમે હંમેશા સાથે મળીને કામ કર્યું છે. જ્યારે પણ કૃષિ સુધારા માટે નવા નેતૃત્વની જરૂર પડી ત્યારે હર્ષવર્ધન હંમેશા પ્રથમ પસંદગી રહ્યા છે. આ નિર્ણય માત્ર ઈન્દાપુર પૂરતો મર્યાદિત નથી, આ સમગ્ર મહારાષ્ટ્રમાં શેરડીના ખેડૂતો માટે અને સમગ્ર દેશના કૃષિ ક્ષેત્ર માટે પણ મહત્વપૂર્ણ છે, એમ પવારે જણાવ્યું હતું. (પીટીઆઈ