બિહાર ચૂંટણી દરમિયાન ચૂંટણી પંચે યોજના ભંડોળના વિતરણને મંજૂરી કેમ આપી?: શરદ પવાર

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંંબઈ: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે શનિવારે જણાવ્યું હતું કે બિહાર ચૂંટણીમાં એનડીએની જીતમાં મહિલાઓ માટે ઉદ્યોગસાહસિકતા યોજનાએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી, તેમણે એવો સવાલ કર્યો હતો કે ચૂંટણી પંચે ચૂંટણી પ્રક્રિયા દરમિયાન ભંડોળના વિતરણને કેવી રીતે મંજૂરી આપી હતી.
ભાજપ-જેડી(યુ) ગઠબંધનને ચૂંટણીમાં પ્રચંડ વિજય મળ્યાના એક દિવસ પછી, પવારે કહ્યું હતું કે ભાજપ અને જેડી(યુ) નેતા નીતિશ કુમાર સંયુક્ત રીતે મુખ્ય પ્રધાનનું નામ નક્કી કરશે.
આપણ વાચો: મતદાર યાદી પર એમવીએ-મનસે દ્વારા ‘સત્યાચા મોરચા’:ઉદ્ધવ, રાજ અને શરદ પવારે ચૂંટણી પંચ પર ટીકા કરી…
બિહાર ચૂંટણીનું પરિણામ (મુખ્ય પ્રધાન) નીતિશ કુમાર દ્વારા આગાહી કરવામાં આવેલી યોજનાથી અલગ નહોતું. મહિલાઓએ ચૂંટણી પોતાના હાથમાં લીધી.
મને અગાઉ લાગ્યું હતું કે મહિલાઓના બેંક ખાતામાં 10,000 રૂપિયા જમા કરાવવાની યોજના (એનડીએ માટે) અનુકૂળ અસર પેદા કરી છે, એમ શરદ પવારે બારામતીમાં પત્રકારોને જણાવ્યું હતું.
તેઓ મુખ્ય પ્રધાન મહિલા રોજગાર યોજનાનો ઉલ્લેખ કરી રહ્યા હતા, જેમાં દરેક પરિવારની એક મહિલા સભ્યને વ્યવસાય સ્થાપવા માટે પૈસાનું વિતરણ કરવામાં આવ્યું હતું.
તેમણે આશ્ર્ચર્ય વ્યક્ત કર્યું હતું કે ચૂંટણીની પ્રક્રિયા ચાલી રહી હતી તે દરમિયાન ચૂંટણી પંચે આ યોજના હેઠળ નાણાંનું વિતરણ કેવી રીતે મંજૂરી આપી.
આપણ વાચો: બધી જ મુલાકાતો રદ કરી શરદ પવારે અજિત પવાર સાથે એક કલાક વાતચીત કરી
ચૂંટણી પંચે વિચારવું જોઈએ કે શું (બિહાર સરકાર દ્વારા આ યોજના હેઠળ) નાણાંનું વિતરણ યોગ્ય હતું કે નહીં, એમ પીઢ રાજકારણીએ કહ્યું હતું અને ભવિષ્યની ચૂંટણીઓમાં બિહારની બાબતનું સંભવિત અનુકરણ અંગે ચિંતા વ્યક્ત કરી હતી.
મહારાષ્ટ્રની ચૂંટણી દરમિયાન પણ (લાડકી બહેન યોજના હેઠળ) રકમ સત્તાવાર રીતે મહિલાઓના ખાતામાં જમા કરવામાં આવી હતી. જો શાસક પક્ષો ચૂંટણીમાં સમાન પદ્ધતિનો ઉપયોગ કરે છે, તો તે લોકોના વિશ્ર્વાસ તેમજ ચૂંટણી પ્રક્રિયાને નુકસાન પહોંચાડશે, એમ તેમણે ઉમેર્યું હતું.
સ્થાનિક સંસ્થાઓની આગામી ચૂંટણીઓ માટે તેમના અલગ થયેલા ભત્રીજા અને નાયબ મુખ્યમંત્રી અજિત પવારની આગેવાની હેઠળ એનસીપી (એસપી) અને એનસીપી વચ્ચેના સંભવિત જોડાણ અંગેના સવાલોના સીધા જવાબ આપવાનું પવારે ટાળ્યું હતું.
મને કોઈ પણ જિલ્લામાં (એનસીપીના બે જૂથો વચ્ચે જોડાણ અંગે) આવી વાતચીત વિશે ખબર નથી. એનસીપી (એસપી)માં થયેલી ચર્ચા મુજબ, સ્થાનિક નેતાઓ નગર પંચાયત અને પંચાયત સમિતિની ચૂંટણી દરમિયાન (ગઠબંધન બનાવવા અંગે) નિર્ણય લેશે, એમ તેમણે જણાવ્યું હતું.



