આમચી મુંબઈમહારાષ્ટ્ર

ભારત માટે નહીં, સાથીદારો માટેનું બજેટ શરદ પવારના પક્ષે કેન્દ્રના બજેટને વખોડ્યું

મુંબઈ: મોદી સરકાર 3.0નું પહેલું બજેટ કેન્દ્રીય નાણા પ્રધાન નિર્મલા સીતારમને રજૂ કર્યું ત્યારબાદ વિપક્ષે તેની ટીકા કરવાની શરૂ કરી દીધી છે. શરદ પવાર જૂથની એનસીપી(રાષ્ટ્રવાદી કૉંગ્રેસ)એ પણ આ બજેટને વખોડ્યું હતું અને બજેટ ભારતના લોકો માટે ન હોવાની ટીકા કરી હતી.

પક્ષના પ્રવક્તા ક્લાઇડ ક્રેસ્ટોએ સોશિયલ મીડિયા સાઇટ એક્સ(પહેલા ટ્વિટર) પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે બજેટમાં મહારાષ્ટ્રને નજરઅંદાજ કરવામાં આવ્યું છે અને આ વર્ષે થનારી વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યના લોકો ભાજપને તેનો જડબાતોડ જવાબ આપશે.

આ પણ વાંચો : Union Budget 2024: પીએમ મોદીએ કહ્યું, મધ્યમ વર્ગને તાકાત આપનારું બજેટ , આર્થિક વિકાસને નવી ગતિ મળશે

તેમણે પોસ્ટમાં લખઅયું હતું કે શું નાણા પ્રધાને ફક્ત આંધ્ર પ્રદેશ અને બિહાર માટે બજેટ રજૂ કર્યું છે? સરકારને ખબર છે કે જો બિહાર અને આંધ્ર પ્રદેશને પ્રાધાન્ય નહીં આપે તો તેમની સરકાર પડી ભાંગશે. તેમણે ભારત માટે નહીં, પરંતુ એનડીએના ફાયદા માટે બજેટ રજૂ કર્યું છે. તેમણે મહારાષ્ટ્રની જનતાને હાંસિયામાં મૂકી છે અને તેનો જવાબ મહારાષ્ટ્ર આગામી વિધાનસભાની ચૂંટણીમાં આપશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button