‘હું ૮૪ વર્ષનો થાઉં કે નેવુંનો પણ અટકીશ નહીઃ શરદ પવારે આપ્યું મોટું નિવેદન
મુંબઈઃ ૨૮૮ વિધાનસભા બેઠક માટે ૨૦ નવેમ્બરે એકસાથે મતદાન થશે અને ચૂંટણીના પરિણામો ૨૩ નવેમ્બરે જાહેર કરવામાં આવશે. ચૂંટણીની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે.
દરમિયાન રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી (શરદચંદ્ર પવાર)ના વડા શરદ પવારે એક મોટું નિવેદન આપ્યું છે. શરદ પવારે કહ્યું કે હું ૮૪ વર્ષનો થાઉં કે નેવુંનો પણ વૃદ્ધ અટકીશ નહીં.
આપણ વાંચો: જીત તો મેળવીશું જ, એમ કહી શરદ પવારે રોહિત પવાર અંગે આપ્યું મોટું નિવેદન…
સતારા જિલ્લામાં એક સભામાં શરદ પવારે કહ્યું કે તે ૮૪ વર્ષના થાય કે ૯૦ વર્ષના થાય, જ્યાં સુધી તેઓ મહારાષ્ટ્રને સાચા રસ્તે નહીં લાવે ત્યાં સુધી તેઓ આરામ કરશે નહીં. ભલે તે આ કાર્ય પૂર્ણ કરે ત્યાં સુધીમાં તેમની ઉંમર ગમે તેટલી થઈ જાય આ વૃદ્ધ અટકશે નહીં. બેઠકમાં શરદ પવારે એકનાથ શિંદેના નેતૃત્વવાળી ગઠબંધન સરકાર પર ભ્રષ્ટાચારમાં સામેલ હોવાનો પણ આરોપ લગાવ્યો છે.
શરદ પવારે કહ્યું કે એક બેનર પર તેમને ૮૪ વર્ષના વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યા હતા. પવારે કહ્યું કે તમે ચિંતા ન કરો કારણ કે હું ૮૪ વર્ષનો થાઉં કે ૯૦ વર્ષનો થાઉં પણ આ વૃદ્ધ રાજ્યને સાચા રસ્તે ન લાવે ત્યાં સુધી અટકશે નહીં અને મને તમારી મદદ મળશે એવી ખાતરી છે.