Maharashtra Election: બારામતીમાં ભત્રીજા માટે કાકા શરદ પવારે શું કહ્યું?
પુણે: એનસીપી (એસપી)ના પ્રમુખ શરદ પવારે નાયબ મુખ્ય પ્રધાન અજિત પવાર દ્વારા બારામતીમાં અપાયેલા યોગદાનને કબૂલ કર્યું હતું, પણ એવી સ્પષ્ટતા પણ કરી હતી કે આગામી ત્રણ દાયકા માટે ત્યાં વિકાસ માટે નવા નેતૃત્વની જરૂર છે.
આ પણ વાંચો : મહારાષ્ટ્રના ડીજીપીની બદલીઃ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેએ શું કહ્યું?
બારામતીમાં શરદ પવાર પોતાના પ્રપૌત્ર યુગેન્દ્ર પવાર માટે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે જ્યાં યુગેન્દ્ર તેના કાકા અજિત પવાર સામે મેદાનમાં ઊતર્યા છે. બારામતીના ક્ષીરસુફાલ ખાતે યોજાયેલી સભાને સંબોધતા શરદ પવારે જણાવ્યું હતું કે આ વર્ષની શરૂઆતમાં બારામતી લોકસભાની ચૂંટણી લડાવનું મુશ્કેલ હતું, કારણ કે લડાઇ પરિવારની વચ્ચેની હતી. હવે પાંચ મહિના પછી પણ બારામતીના લોકોને આ સમાન પરિસ્થિતિનો સામનો કરવો પડશે.
યુગેન્દ્ર પવાર અજિત પવારના નાના ભાઇ શ્રીનિવાસ પવારનો પુત્ર છે. લોકસભાની ચૂંટણીમાં અજિત પવારનાં પત્ની સુનેત્રા પવારની બારામતીનાં સાંસદ સુપ્રીયા સુળે સામે હાર થઇ હતી. ‘તમે મને એક-બે વાર નહીં, પણ ચાર વાર મુખ્ય પ્રધાન બનાવ્યો. ૧૯૬૭માં ચૂંટાઇ આવ્યા બાદ પચીસ વર્ષ સુધી મેં અહીં કાર્ય કર્યું. ત્યાર બાદ ચૂંટણીઓ, ખાંડ અને દુગ્ધ કારખાનાઓ સહિતના તમામ નિર્ણયો અજિત પવારને સોંપ્યા હતા’, એમ શરદ પવારે સભાને સંબોધતા કહ્યું હતું.
આ પણ વાંચો : Maharashtra Election: વિધાનસભાની ચૂંટણીમાં કેટલા ઉમેદવારે પાછી ખેંચી ઉમેદવારી?
અજિત પવારે બારામતી માટે પચીસથી ૩૦ વર્ષ કાર્ય કર્યું છે અને તેમના કામ પર મને કોઇ શંકા નથી. હવે ભવિષ્ય માટે વિચાર કરવાનો સમય આવી ગયો છે. હવે આગામી ૩૦ વર્ષ સુધી કામ કરી શકે એવી નવી નેતાગીરીની જરૂર છે, એમ તેમણે વધુમાં જણાવ્યું હતું.
(પીટીઆઇ)