શાહપુરમાં યુવાનની હત્યાના કેસમાં સાત આરોપી નિર્દોષ | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

શાહપુરમાં યુવાનની હત્યાના કેસમાં સાત આરોપી નિર્દોષ

થાણે: બામ્બુ અને પથ્થરો ફટકારી યુવાનની હત્યા કરવાના 19 વર્ષ અગાઉના કેસમાં કલ્યાણ સેશન્સ કોર્ટે પુરાવાને અભાવે સાત આરોપીને નિર્દોષ છોડ્યા હતા.

એડિશનલ સેશન્સ જજ એસ. એમ. ચાંદગડેએ નોંધ્યું હતું કે કેસના બે મુખ્ય સાક્ષી ગુનામાં આરોપીઓને સંડોવી શકે એવા સક્ષમ પુરાવા રજૂ કરી શક્યા નથી.

આપણ વાંચો: લૂંટના કેસમાં એમસીઓસીએ હેઠળના આરોપીને થાણેની કોર્ટે નિર્દોષ છોડ્યા

ઘટનાની વિગત અનુસાર 13 ફેબ્રુઆરી, 2006ના રોજ શાહપુર તાલુકામાં બામ્બુ અને પથ્થરો ફટકારી ગણેશ મરદેની હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં કોર્ટે સંતોષ સદાશિવ કદમ (46), સુનીલ પુંડલિક દુરગુડે (45), ગણેશ પાંડુરંગ રાઉત (48), મંગેશ પુંડલિક દુરગુડે (46), વિજય શ્રીરંગ બાગુલ (73), શાકીર માજિદ શેખ (50) અને પિન્ટ્યા ઉર્ફે પ્રશાંત દત્તાત્રય સારંગધર (52)ને નિર્દોષ જાહેર કર્યા હતા.

આપણ વાંચો: વિશેષ કોર્ટે આઠ વર્ષની બાળકીની જાતીય સતામણી બદલ આરોપીને દોષી ઠેરવ્યો

અન્ય એક આરોપી બાલુ શિપાઈ ઉર્ફે ખરડીકર ખટલા દરમિયાન મૃત્યુ પામ્યો હોવાથી તેની સામેનો કેસ પડતો મુકાયો હતો.
તપાસકર્તા પક્ષ વિવિધ કારણોસર અન્ય સાક્ષીઓની હાજરી સુનિશ્ર્ચિત કરવામાં અસમર્થ રહ્યો હોવાની નોંધ કોર્ટે કરી હતી. જે બે સાક્ષીએ જુબાની આપી હતી તે પણ મદદરૂપ નહોતી.

એ સ્પષ્ટ થાય છે કે તપાસકર્તા પક્ષ આરોપીઓ સામે લગાવવામાં આવેલા આરોપ પુરવાર કરવામાં નિષ્ફળ ગયો છે. પરિણામે તેમને નિર્દોષ છોડવામાં આવે છે. (પીટીઆઈ)

Yogesh C Patel

દોઢ દાયકાથી મુંબઈ સમાચારમાં ક્રાઈમ રિપોર્ટિંગ કરે છે. પત્રકારત્વની કારકિર્દીમાં મહાપાલિકા અને કોર્ટ રિપોર્ટિંગ કરવાની સાથે તેમણે અનેક લેખો લખ્યા છે. આ ઉપરાંત, તેમણે ક્રાઈમ થ્રિલર ‘ડાર્ક સિક્રેટ’ નવલકથા પણ લખી છે. ડાયમંડ માર્કેટમાં બૉમ્બ બ્લાસ્ટ અને 26/11ના આતંકી હુમલા વખતે ઘટનાસ્થળેથી રિપોર્ટિંગ કરવા સાથે નવરાત્રિ જેવી સાંસ્કૃતિક ઇવેન્ટનું પણ… More »

સંબંધિત લેખો

Back to top button