શહાપુરમાં દૂષિત પાણી પીવાથી 16 લોકો પડ્યા બીમાર

થાણે: થાણે જિલ્લાના શહાપુર તાલુકામાં દૂષિત પાણી પીવાથી 16 રહેવાસી બીમાર પડ્યા હતા, એમ અધિકારીએ જણાવ્યું હતું. પેંઢારી ખાતેના ચક્કીચા પાડા વિસ્તારના અનેક રહેવાસીઓએ પેટમાં દુખાવો અને ઝાડા-ઊલટીની ફરિયાદ કરી હતી, એમ પિવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના તબીબી અધિકારી રમેશ જાધવે જણાવ્યું હતું.
પિવલી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લોકોને સારવાર આપવામાં આવી હતી, પરંતુ અમુક કિસ્સામાં ગંભીર લક્ષણો દેખાતાં સાત જણને વધુ સારવાર માટે શહાપુર સબ-ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલમાં, જ્યારે બે જણને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા.
આપણ વાંચો: રાજ્યમાં જીબીએસનું સંક્રમણ વધ્યુંઃ દૂષિત પાણી જવાબદાર હોવાની ડોક્ટરોને શંકા…
ણીના નમૂના તપાસ માટે લેવામાં આવ્યા હતા અને લેબોરેટરીમાં મોકલાયા હતા, એમ તેમણે કહ્યું હતું. ચક્કીચા પાડા વિસ્તારમાં અન્ય રહેવાસીઓ માટે મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
અમે ગામવાસીઓને સલાહ આપી છે કે આગામી સૂચના સુધી વર્તમાન જળસ્રોતનો ઉપયોગ કરવાનું ટાળો. અમે સુરક્ષિત પીવાના પાણીની વ્યવસ્થા કરી રહ્યા છીએ, એમ જાધવે વધુમાં જણાવ્યું હતું. (પીટીઆઇ)