આમચી મુંબઈ

સાવધાન રહેજોઃ તમારી એક ભૂલ તમને મુશ્કેલીમાં મૂકી શકે, આ ગુનામાં થયો વધારો

મુંબઈ: મુંબઈ જ નહીં, સમગ્ર દેશમાં સેક્સટોર્શનના કેસમાં વધારો થઈ રહ્યો છે, જેમાં વ્યક્તિની નાની સરખી ભૂલ જિંદગીભર મુશ્કેલીમાં નાખી શકે છે. વધતા ઇન્ટરનેટનો વપરાશ દુરુપયોગમાં પરિણમ્યો છે, તેમાંય છેલ્લા અનેક સમયથી સેક્સટોર્શન, અપમાનજનક કમેન્ટસ-મેસેજ, અશ્લીલતા અને મોર્ફિંગ જેવા સાઇબર ક્રાઇમનું પ્રમાણ વધી ગયું છે. આવા અનેક સાઈબર ક્રાઇમના જાળમાં ફસાયા બાદ બદનામીના ડરથી મુંબઈમાં બે વ્યક્તિએ આપઘાતનું પગલું ભર્યું હતું. વર્ષ ૨૦૨૩માં અત્યાર સુધીમાં કુલ ૪૯ સેક્સટોર્શનના ગુના નોંધવામાં આવ્યા છે, તેથી સાયબર પોલીસ દ્વારા પોતાને આવા સાઇબર-ક્રાઇમનો શિકાર બનવાથી બચાવવા માટે અનેક મહત્વની સૂચનાઓ આપવામાં આવી છે.

સોશિયલ મીડિયા એપ દ્વારા તમારા ફોન પર કોઈ અજાણી મહિલા દ્વારા તમારી સાથે દોસ્તી કરવી તેવો મેસજ મોકલવામાં આવે છે. ત્યારબાદ આ મેસેજનો જવાબ આપતા વાત આગળ વધારી તમારો મોબાઇલ નંબરની માંગણી કરવામાં આવે છે અને તમારી સાથે ફોન પર પ્રેમની વાતો કરીને તમારો વિશ્વાસ જીતી તમને જાળમાં ફસાવવામાં આવે છે. આવું થોડા સમય સુધી કર્યા બાદ તમને વિડિયો કોલ કરી અશ્લીલ વાતો અને અર્ધ-નગ્ન વિડિયો કરી સામેની વ્યક્તિને પણ આવુજ કરવા કહી વિડિયો કોલની સ્ક્રીન રેકોર્ડિંગ કરવામાં આવે છે અને ત્યારબાદ વિડિયો અને તમારી દરેક વાતચીતને એડિટ કરી સોશિયલમીડિયા પર અપલોડ ન કરવા બદ્દ્લ તમારી પાસેથી પૈસા પડાવવામાં આવે છે. તમારા પર્સનલ ફોટા અને એડિટ કરેલી અશ્લીલ તસવીરોને વાઇરલ કરવાની ધમકી આપી લોન એપ દ્વારા પણ આવી જ છેતરપિંડી કરવામાં આવે છે.


ઓગસ્ટ ૨૦૨૩ સુધી મુંબઈમાં સેક્સટોર્શનના કુલ ૪૯ ગુના નોંધવામાં આવ્યા છે અને ફક્ત ૧૦ ગુનાને ઉકેલી ૧૩ લોકોની ધરપકડ કરવામાં આવી છે. અપમાનજનક એમએમએસ વાઇરલ કરવાની ધમકી આપવાના ૨૦૧ ગુના નોંધી અત્યાર સુધીમાં 96 ગુનાની તપાસ કરીને ૧૦૩ લોકોની અટકાયત કરવામાં આવી છે. અશ્લીલ તસવીરો કે વિડિયો પર તમારો ચહેરો એડિટ કરી બ્લેકમેલ કરવા બદ્દલ નોંધેલા ૧૩૮ ગુનામાંથી સાયબર પોલીસને ૨૪ ગુના ઉકેલવામાં યશ મળ્યો છે. બે વર્ષ પહેલા મલાડમાં એક યુવાને સેક્સટોર્શનની જાળમાં ફસાઈને આત્મહત્યા કરી હતી. રેલવેના એક કર્મચારીએ ટ્રેન નીચે આવી પોતાનું જીવન ટૂંકાવ્યું હતું. સેક્સટોર્શનના જાળમાં આવીને બે વિધાનસભ્ય સહિત અન્ય લોકો સાથે પૈસાની છેતરપિંડી કરી હતી.


સેક્સટોર્શનથી પોતાને બચવવા આ બાબતોનું ધ્યાન રાખો અજાણી વ્યક્તિ સાથે મિત્રતા કરતાં પહેલા સાવધાની રાખવી જોઈએ. તમારી પ્રાઇવેટ તસવીરો કોઈને શેર કરવી (મોકલવી નહીં). અજાણી વ્યક્તિએ કરેલા વિડિયો કોલનો જવાબ આપવો નહીં. સેક્સટોર્શનનો શિકાર મોટા ભાગે પુરુષો બનતા હોય છે, તેથી યુવાન મહિલાઓની તસવીરનો ઉપયોગ કરી તેમની સાથે છેતરપિંડી કરવામાં આવે છે.


અજાણી વ્યક્તિ સાથે કોઈપણ વિડિયો કોલ પર લાંબા સમય સુધી વાત કરવી નહીં કારણકે તમારા કોલને રેકોર્ડ કરવાની શક્યતા હોઈ શકે છે. ન્યૂડ વિડિયો કોલ બાદ તમારા પર જાતીય સતામણીનો આરોપ કે પછી તમારી બદનામી કરવાની ધમકી આપી તમારી પાસે પૈસાની માંગણી કરવામાં આવે છે. બદનામીથી ડરી ન જતાં માંગણી કરેલી કોઈપણ રકમ મોકલવી નહીં અને આ ઘટનાની જાણ સાયબર પોલીસને કરવી, તેમાં તમારું હિત છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
હાર્દિક જ નહીં આ Legends Cricketerની Married Lifeમાં ભંગાણ પડ્યા છે સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો