નવી મુંબઈના સ્પા સેન્ટરમાં સેક્સ રેકેટ: પંદર મહિલાનો છુટકારો | મુંબઈ સમાચાર
આમચી મુંબઈ

નવી મુંબઈના સ્પા સેન્ટરમાં સેક્સ રેકેટ: પંદર મહિલાનો છુટકારો

નવી મુંબઈ: નવી મુંબઈમાં આવેલા સ્પા સેન્ટરમાં ચાલતા સેક્સ રેકેટનો પોલીસે પર્દાફાશ કરીને પંદર મહિલાનો છુટકારો કરાવ્યો હતો, જેમને દેહવ્યાપારમાં ધકેલવામાં આવી હતી. પોલીસે આ પ્રકરણે સ્પા સેન્ટરના માલિક સહિત બે જણની ધરપકડ કરી હતી.

બેલાપુર વિસ્તારમાં આવેલા સ્પા સેન્ટરમાં મહિલાઓ પાસે દેહવ્યાપાર કરાવવામાં આવતો હોવાની માહિતી મળ્યા બાદ પોલીસ ટીમે બોગસ ગ્રાહક તૈયાર કરીને તેને 27 સપ્ટેમ્બરે ત્યાં મોકલી ખાતરી કરી હતી. બાદમાં પોલીસ ટીમે સ્પા સેન્ટરમાં રેઇડ પાડી હતી.

રેઇડ દરમિયાન પોલીસે ત્યાંથી પંદર મહિલાનો છુટકારો કરાવ્યો હતો, જેમાંની એક નેપાળની અને બાકીની મહિલાઓ મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, પશ્ર્ચિમ બંગાળ અને ગુજરાતની હતી.

પોલીસે સ્પા સેન્ટરના 32 વર્ષના માલિક અને 42 વર્ષના ક્લિનરની ધરપકડ કરી હતી. બંને સામે ભારતીય ન્યાય સંહિતા અને ઇમ્મોરલ ટ્રાફિક (પ્રિવેન્શન)એક્ટની સુસંગત જોગવાઇઓ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. (પીટીઆઇ)

આપણ વાંચો:  કાંદિવલી અગ્નિકાંડમાં વધુ બે મહિલાનાં મોત: મૃત્યુઆંક થયો ચાર

Yogesh D Patel

મુંબઈ-સિટી-ડેસ્ક ‘મુંબઈ સમાચાર’માં બે દશકાથી પણ વધારે સમયથી ક્રાઇમ રિપોર્ટર તરીકે કાર્યરત છે. સાથે લાંબા સમયથી કોર્ટનું પણ રિપોર્ટિંગ કરી રહ્યા છે. મુંબઈ પરના 7/11 અને 26/11 જેવા આતંકવાદી હુમલાઓના વ્યાપક કવરેજનો પણ અનુભવ છે. More »

સંબંધિત લેખો

Back to top button