આમચી મુંબઈ
પાલઘરમાં યુવકો પર હુમલો કરી લૂંટ ચલાવી: સાત પકડાયા

પાલઘર: પાલઘર જિલ્લામાં ત્રણ યુવક પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરીને લૂંટ ચલાવવા પ્રકરણે સાત આરોપીની ધરપકડ કરવામાં આવી હતી.
13 ફેબ્રુઆરીએ આ ઘટના બની હતી અને ગુનામાં સંડોવાયેલા તમામ આરોપીઓ નાલાસોપારાના રહેવાસી છે, એમ પોલીસે જણાવ્યું હતું.
આ પણ વાંચો: બાન્દ્રામાં ગળું ચીરી વૃદ્ધાની હત્યા બાદ લૂંટ ચલાવનારો પકડાયો
પોલીસ અધિકારીના જણાવ્યા અનુસાર ફરિયાદી અને તેના બે મિત્ર ગુરુવારે રાતે બસસ્ટોપ નજીક બેસી વાતચીત કરી રહ્યા હતા ત્યારે આરોપીઓ ત્યાં આવ્યા હતા અને ત્રણેય પર તેમણે તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. ત્રણેયના મોબાઇલ, રોકડ તથા અન્ય મતા લૂંટી આરોપીઓ ત્યાંથી ફરાર થઇ ગયા હતા.
હુમલામાં ઘવાયેલા ત્રણેય યુવકને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પોલીસે આ પ્રકરણે ગુનો દાખલ કરીને સાત આરોપીની ધરપકડ કરી હતી.
(પીટીઆઇ)