સીઈટીની પરીક્ષામાં સર્વર ડાઉન વિદ્યાર્થીઓમાં ગભરાટ

મુંબઈ: રાજ્ય સામાન્ય પ્રવેશ પરીક્ષા બોર્ડ દ્વારા લેવાતી એમએચટી-સીઇટી ૨૦૨૪ (પીસીએમ ગ્રુપ) પરીક્ષા દરમિયાન બોરીવલીના આર. આર. ઈન્ફોટેક પરીક્ષા કેન્દ્રમાં સર્વર અચાનક ડાઉન થઈ ગયું હતું, જેના કારણે પરીક્ષા માટે આવેલા બાળકો મૂંઝવણમાં મુકાઇ ગયા હતા.
બાદમાં સીઇટી સેલે તાત્કાલિક કાર્યવાહી કરી વિદ્યાર્થીઓને પરીક્ષા આપવા માટે વધારાનો સમય આપ્યો હતો. આ સમસ્યાના કારણે બપોરના સત્રમાં આ કેન્દ્ર પરની પરીક્ષા આગળ લંબાવવામાં આવી હતી.
બોરીવલીના આર. આર. ઈન્ફોટેકના પરીક્ષા કેન્દ્ર પર સવારે ૯ થી ૧૨ વાગ્યા સુધી પીસીએમ ગ્રૂપની પરીક્ષા શરૂ થઈ હતી, જોકે પરીક્ષા દરમિયાન વારંવાર સર્વર ડાઉન થવાના કારણે વિદ્યાર્થીઓને પરીક્ષામાં મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ સીઇટી સેલના અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી કરી સર્વર શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. જે વિદ્યાર્થીઓ પરીક્ષા પૂર્ણ નહોતા કરી શક્યા તેમની ફરીથી પરીક્ષા લેવામાં આવી હતી.
સવારના સત્રમાં ટેકનિકલ સમસ્યાના કારણે આર. આર. સીઇટી સેલે ઇન્ફોટેક સેન્ટર ખાતે બપોરના સત્રમાં થનારી એમએચટી-સીઇટી ૨૦૨૪ પરીક્ષા ૫ મેથી ૧૭ મે વચ્ચે રાજ્યભરના વિવિધ કેન્દ્રોમાં એક દિવસમાં બે સત્રમાં નક્કી કરવામાં આવી છે.