થાણેમાં શોપિંગ કોમ્પ્લેક્સની અગાશી પર સિક્યુરિટી સુપરવાઇઝરનું માથું વાઢી હત્યા | મુંબઈ સમાચાર

થાણેમાં શોપિંગ કોમ્પ્લેક્સની અગાશી પર સિક્યુરિટી સુપરવાઇઝરનું માથું વાઢી હત્યા

થાણે: થાણેમાં શોપિંગ કોમ્પ્લેક્સની અગાશી પર 35 વર્ષના સિક્યુરિટી સુપરવાઇઝરનું માથું વાઢી હત્યા કરવામાં આવી હોવાનું પોલીસે જણાવ્યું હતું.

મૃતકની ઓળખ સોમનાથ સદગીર તરીકે થઇ હતી અને તેનો મૃતદેહ સોમવારે સવારે કાપુરબાવડી વિસ્તારમાં શોપિંગ કોમ્પ્લેક્સની અગાશી પરથી મળી આવ્યો હતો. સોમનાથનું માથું ધડથી અલગ કરવામાં આવ્યું હતું.

ઝોન-પાંચના ડેપ્યુટી પોલીસ કમિશનર અમરસિંહ જાધવે જણાવ્યું હતું કે સોમવારે રવિવારે રાતે 10 વાગ્યે સિક્યુરિટી ગાર્ડ સાથે અગાશી પર ભોજન કર્યું હતું. એ સમયે બંને વચ્ચે વિવાદ થતાં સોમનાથની હત્યા કરવામાં આવી હોવાનું લાગી રહ્યું છે.
બાજુની બિલ્ડિંગમાંથી એક વ્યક્તિએ સોમનાથનો મૃતદેહ જોયા બાદ તેણે પોલીસને જાણ કરી હતી, જેને પગલે અધિકારીઓ ઘટનાસ્થળે આવી પહોંચ્યા હતા. સોમનાથના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે સરકારી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.

આ પણ વાંચો : થાણેમાં મેટ્રોના થાંભલા સાથે બસ અથડાઇ

દરમિયાન પોલીસે આ પ્રકરણે ભારતીય ન્યાય સંહિતાની કલમ 103 (1) (હત્યા) હેઠળ ગુનો દાખલ કરીને આરોપીની શોધ આદરી હતી. (પીટીઆઇ

સંબંધિત લેખો

Back to top button