રાજ્યમાં કહીં ગરમી, કહીં બારીશ: Mumbaiમાં આજે પણ પારો 39ને પાર, વિદર્ભમાં વરસાદની આગાહી
મુંબઈઃ રાજકીય ગરમાગરમી વચ્ચે દેશભરમાં ઉષ્ણતામાનનો પારો પણ સતત ઉંચેને ઉંચે જઈ રહ્યો છે. ગઈકાલે અનુભવાયેલી Heatwave બાદ આજે અઠવાડિયા પહેલાં દિવસે પણ રાજ્ય સહિત મુંબઈગરા અને થાણેવાસીઓએ Heatwaveનો અનુભવ કર્યો હતો. પારાવાર ઉકળાટ અને ગરમીથી મુંબઈગરા ત્રાહિમામ્ પોકારી ઉઠ્યા છે.
મુંબઈ અને તેની આસપાસના વિસ્તારોમાં આજે પણ પારો 35 ડિગ્રીનો આંકડો પાર કરી ગયો ગયોય Heatwaveને કારણે સર્વસામાન્ય જનજીવન ખોરવાઈ ગયું છે. હવામાન ખાતા દ્વારા મુંબઈ અને થાણે માટે Heatwave માટે Yellow Alertની આગાહી કરી છે. આ ઉપરાંત મરાઠવાડામાં ઠંડા પવન સાથે વરસાદ પડવાની આગાહી કરી છે.
હવામાન ખાતા દ્વારા અઠવાડિયાના પહેલાં જ દિવસે એટલે કે સોમવારે Heatwaveની આગાહી કરવામાં આવી છે. Mumbai, Thane, Palghar, Raigadh, Sindhudurg, Konkan, Goaમાં પણ નાગરિકોને Heatwave આગાહી કરી છે. Heatwaveને ધ્યાનમાં લઈને હવામાન ખાતાએ નાગરિકોને બપોરના સમયે ઘરની બહાર નીકળવાની મનાઈ કરી છે.
મુંબઈમાં બપોરના સમયે 38થી 40 ડિગ્રી સેલ્સિયસની વચ્ચે ઉષ્ણતામાન નોંધાયું હતું. હવામાન ખાતા દ્વારા આખા દિવસ દરમિયાન મહત્તમ તાપમાન 39-40 ડિગ્રી સેલ્સિયસ અને લઘુત્તમ તાપમાન 30થી 33 ડિગ્રી સેલ્સિયસ હોવાની આગાહી કરવામાં આવી છે.
રાજ્યમાં રાજકીય માહોલ તંગ છે અને એ સાથે જ હવામાન પણ એકદમ તંગ જણાઈ રહ્યું છે. રાજ્યમાં અમુક ઠેકાણે આગ ઓકી રહેલી ગરમીથી નાગરિકો પરેશાન છે ત્યાં બીજી બાજું રાજ્યમાં અમુક વિસ્તારમાં કમૌસમી વરસાદને કારણે નાગરિકો પરેશાન થઈ ગયા છે. મરાઠવાડા, મધ્ય મહારાષ્ટ્ર અને વિદર્ભમાં છૂટી છવાઈ જગ્યાએ વરસાદના ઝાપટા પડવાની આગાહી પણ કરવામાં આવી છે.