SEBI Suspends Bharat Global Trading, Restricts Promoters

સેબીએ ભારત ગ્લોબલ ડેવલપર્સમાં ટ્રેડિંગ સસ્પેન્ડ કર્યું, પ્રોમટર્સ પર લાદ્યા પ્રતિબંધ…

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈ: માર્કેટ રેગ્યુલેટર સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)એ આગામી આદેશ જારી થવા સુધી ભારત ગ્લોબલ ડેવલપર્સના શેરમાં ટ્રેડિંગ સ્થગિત કરી દીધું હતું. નિયમનકારે કંપનીના પ્રમોટરોને મૂડીબજારોમાં અનિશ્ચિત સમય સુધી પ્રવેશ પર પણ પ્રતિબંધ મૂક્યો છે. આ કંપનીનો શેર ૨૩ ડિસેમ્બરના પ્રારંભિક સત્રમાં તેના પાંચ ટકાની નીચલી સર્કિટ પર પટકાયો હતો.

આ પણ વાંચો : SEBIએ HDFC બેંકને આપ્યો વોર્નિંગ લેટર

સેબીના પ્રતિબંધને કારણે આ કંપનીનો શેર પ્રારંભિક સત્રમાં તેના પાંચ ટકાની નીચલી સર્કિટ પર પટકાયો હતો. સેબીના આદેશ પ્રમાણે આગામી નોટિસ સુધી તેના શેરોમાં કોઈ ટ્રાન્ઝેક્શન નહીં થઈ શકે. આ ઉપરાંત સેબીએ કંપનીના પ્રમોટર્સને આગામી આદેશ સુધી કેપિટલ માર્કેટમાં પ્રવેશ પર પણ પ્રતિબંધ લગાવી દીધો છે.

સેબી અનુસાર, સોશિયલ મીડિયા પોસ્ટ્સ અને ૧૬ ડિસેમ્બર ૨૦૨૪ની તારીખમાં મળેલી ફરિયાદોના આધાર પર કાર્યવાહી કરવામાં આવી છે. આ ફરિયાદોમાં કંપનીએ નાણાકીય અને ડિસ્ક્લોઝરને લઈને શંકા વ્યક્ત કરી છે.

આ પણ વાંચો : SEBIના નવા નિયમો અંતગર્ત સ્ટોક બ્રોકર્સ માટે આ ફરજિયાત બનશેઃ જાણો વિગતવાર

ફરિયાદમાં ભારત ગ્લોબલ ડેવલપર્સના શેરના ભાવમાં નાટ્યાત્મક વધારો નોંધવામાં આવ્યો હતો, જે નવેમ્બર ૨૦૨૩ અને નવેમ્બર ૨૦૨૪ ની વચ્ચે ૧૦૫ ગણો ઊછળ્યો હતો. ૨૬ ડિસેમ્બર, ૨૦૨૩ના રોજ પ્રતિ શેર રૂ. ૫૧.૪૩ સામે ૨૩મી ડિસેમ્બર ૨૦૨૪ના રોજ આ શેર્સ ૨,૩૦૪ ટકાના તોતિંગ ઉછઠાળા સાથેે રૂ. ૧,૨૩૬.૪૫ પર પહોંચી ગયા હતા.

સંબંધિત લેખો

Back to top button