સેબીએ આપી NSDLના 3000 કરોડના આઇપીઓને મંજૂરી, SBI,NSE અને એચડીએફસી બેંક હિસ્સો વેચશે
મુંબઇ : નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ (NSDL)ના રૂપિયા 3000 કરોડના IPO માટે રસ્તો સાફ થઈ ગયો છે. શેરબજાર નિયામક સેબીએ દેશની સૌથી મોટી ડિપોઝિટરી NSDLના IPOને મંજૂરી આપી દીધી છે. આ IPO વેચાણ માટેની સંપૂર્ણ ઓફર હશે જેમાં NSDL શેરધારકો IPOમાં લગભગ 57.3 મિલિયન શેર્સ ઑફલોડ કરશે.
એનએસડીએલ પણ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થશે
સીએસડીએલ પહેલેથી જ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે અને હવે એનએસડીએલ પણ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ થશે. (OFS)ઓફર ફોર સેલ દ્વારા NSDLના IPOમાં 57,260,001 શેર વેચવાની તૈયારી છે જેમાં IDBI બેંક, NSE, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા, SBI તેમનો હિસ્સો વેચશે. IDBI બેંક 22.2 મિલિયન શેર, નેશનલ સ્ટોક એક્સચેન્જ 18 મિલિયન શેર, યુનિયન બેંક ઓફ ઈન્ડિયા 5.62 મિલિયન શેર, સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા 4 મિલિયન શેર, SUUTI 3.4 મિલિયન શેર વેચશે.
IDBI બેંકનો NSDLમાં 26 ટકા અને નેશનલ સ્ટોક એક્સચેન્જમાં 24 ટકા હિસ્સો છે. SBI પાસે 5 ટકા, યુનિયન બેન્ક ઓફ ઈન્ડિયા પાસે 2.8 ટકા, કેનેરા બેન્ક પાસે 2.3 ટકા હિસ્સો છે.
આ પણ વાંચો :શેરબજારની પણ બદલાઇ ચાલ, બંને સૂચકાંકોમાં આવ્યો ઉછાળો
દેશમાં ડીમેટ ખાતાઓની પ્રથા વધારવામાં મોટો ફાળો આપ્યો
જ્યારે એનએસડીએલના આઈપીઓ માટેનો ડ્રાફ્ટ પેપર સેબીમાં ફાઈલ કરવામાં આવ્યો હતો, ત્યારે ADFC બેંકે કહ્યું હતું કે તે ઓફર ફોર સેલમાં NSDLમાં તેનો 2 ટકા હિસ્સો વેચશે. NSDLમાં HDFC બેંકનો કુલ હિસ્સો 8.95 ટકા છે. NSDL નાણાકીય અને સિક્યોરિટી બજારો સંબંધિત ઉત્પાદનો ઓફર કરે છે. 1996 માં ડિપોઝિટરીઝ એક્ટની રજૂઆત પછી, NSDLએ દેશમાં ડીમેટ ખાતાઓની પ્રથા વધારવામાં મોટો ફાળો આપ્યો છે. કર્મચારીઓને NSDL IPOમાં પણ ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. NSDLના શેર BSE પર લિસ્ટ થશે.
CSDL સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ
NSDLનો IPO આવશે પરંતુ પહેલા અન્ય ડિપોઝિટરી કંપની CSDL સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટેડ છે જેણે લિસ્ટિંગ પછી તેના રોકાણકારોને મલ્ટિબેગર રિટર્ન આપ્યું છે. CSDLનો શેર હાલમાં રૂપિયા 1358 પર ટ્રેડ થઈ રહ્યો છે અને શેરે છેલ્લા પાંચ વર્ષમાં 550 ટકાથી વધુ વળતર આપ્યું છે.