સેબીની અપીલ કોર્ટે બોલિવૂડ અભિનેતા અરશદ વારસીને રાહત આપી | મુંબઈ સમાચાર
આમચી મુંબઈમનોરંજન

સેબીની અપીલ કોર્ટે બોલિવૂડ અભિનેતા અરશદ વારસીને રાહત આપી

મુંબઈ : સેબીની અપીલ કોર્ટે બોલિવૂડ અભિનેતા અરશદ વારસીને રાહત આપી છે. આ પૂર્વે અરશદ વારસી પર સેબીને ગેરમાર્ગે દોરવાના કેસમાં એક વર્ષનો પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. સિક્યોરિટીઝ અને એપેલેટ ટ્રિબ્યુનલે(SAT) અરશદ વારસી અને તેમની પત્ની મારિયા ગોરેટ્ટી અને ભાઈ ઇકબાલ વારસીને રાહત આપી છે. જોકે, તેમને 60 લાખ રૂપિયા એસ્ક્રો એકાઉન્ટમાં જમા કરાવવા પડશે.

આગામી સુનાવણી 15 સપ્ટેમ્બરે થશે

આ અંગે ટ્રિબ્યુનલ બેન્ચના ચેરમેન જસ્ટિસ પી.એસ. દિનેશ કુમારે સુનાવણી દરમિયાન જણાવ્યું હતું કે વર્ષ 2023ના વચગાળાના આદેશ પછી 40,66,760 રૂપિયા જમા કરાવી દેવામાં આવ્યા છે. ત્યારે હવે અરશદ વારસીએ શરત પૂરી કરવા માટે ફક્ત 19,33,240 રૂપિયા વધુ જમા કરાવવા પડશે. આ કેસની આગામી સુનાવણી 15 સપ્ટેમ્બરે થશે.

શું હતો સમગ્ર મામલો?

ઉલ્લેખનીય છે કે, સેબીએ 29 મે 2023 ના રોજ બોલિવૂડ અભિનેતા અરશદ વારસી તેમની પત્ની અને તેમના ભાઈને સિક્યોરિટી માર્કેટમાં 1 વર્ષ માટે પ્રતિબંધિત કર્યા હતા . અરશદ વારસી ઉપરાંત સેબી દ્વારા 58 અન્ય લોકોને પણ બજારમાંથી પ્રતિબંધિત કરવામાં આવ્યા હતા. સેબીનું કહેવું હતું કે આ લોકો બજારમાં છેતરપિંડીની પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું છે.

1.05 કરોડ રૂપિયાની ગેરકાયદે કમાણી જપ્ત કરવાનો પણ આદેશ

સેબીએ આ લોકોને 1 વર્ષ માટે પ્રતિબંધિત કરવા ઉપરાંત કેટલાક લોકો પર 5-5 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો તેમજ 1.05 કરોડ રૂપિયાની ગેરકાયદે કમાણી જપ્ત કરવાનો પણ આદેશ આપ્યો હતો. સાધના બ્રોડકાસ્ટ લિમિટેડ (SBL)ના શેર સાથે ચેડા કરવા બદલ આ કાર્યવાહી કરવામાં આવી હતી. સેબીના જણાવ્યા અનુસાર આ લોકો કંપનીના શેરના ભાવમાં મનસ્વી રીતે વધારો કરતા હતા અને તેમને વધુ કિંમતે એટલે કે પંપ એન્ડ ડમ્પ દ્વારા વેચતા હતા.

આપણ વાંચો:  ડિવોર્સની અફવાઓ પર ગોવિંદાની પત્ની સુનિતા આહુજાનો સ્ફોટક ખુલાસો, વીડિયો થયો વાઈરલ…

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button