Top Newsઆમચી મુંબઈ

સેબીએ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે નવો નિયમ જાહેર કર્યો, જાણો વિગતે…

મુંબઈ : સિક્યુરીટી એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા( સેબી) એ મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે નવો નિયમ જાહેર કર્યો છે. જે રોકાણકારો અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓ બંને માટે મહત્વપૂર્ણ સાબિત થશે. આ નવા નિયમ મુજબ હવે મ્યુચ્યુઅલ ફંડમાં નવા રોકાણ પૂર્વે કેવાયસી પ્રક્રિયા ફરજીયાત પણ પૂર્ણ કરવી પડશે. જેનો હેતુ રોકાણકારોને ખોટા વ્યવહાર અને પ્રક્રિયામાં વિલંબથી બચાવવાનો છે.

દસ્તાવેજો અને આંતરિક ચકાસણી પૂર્ણ બાદ જ રોકાણ

આ અંગે મળતી માહિતી મુજબ પ્રથમ રોકાણ રકમ વખતે કેવાયસી નોંધણી એજન્સી દ્વારા અંતિમ ચકાસણી પછી જ જમા કરી શકાય છે. આ અગાઉ એસેટ મેનેજમેન્ટ કંપની તેમના આંતરિક કેવાયસી તપાસના આધારે તાત્કાલિક રોકાણોને મંજૂરી આપતા હતા. જેના પરિણામે કેવાયસી વિસંગતતાઓને કારણે રોકાણકારો માટે રિડેમ્પશન, ડિવિડન્ડ અથવા સૂચનાઓમાં વિલંબ થતો હતો. નવા નિયમ હેઠળ એસેટ મેનેજમેન્ટ કંપની પહેલા બધા દસ્તાવેજો અને આંતરિક ચકાસણી પૂર્ણ કરશે પછી ફોલિયો કેવાયસી નોંધણી એજન્સીને મોકલશે અને ચકાસણી પછી જ રોકાણકાર પ્રથમ રોકાણ રકમ જમા કરાવી શકશે.

રોકાણકારો અસ્થાયી રૂપે વધુ રોકાણ કરી શકશે નહીં

જો કેવાયસી પ્રક્રિયા પૂર્ણ ન થાય તો રોકાણકારો અસ્થાયી રૂપે વધુ રોકાણ કરી શકશે નહીં અને સમયસર રિડેમ્પશન અથવા ડિવિડન્ડ પ્રાપ્ત કરશે નહીં. એસેટ મેનેજમેન્ટ કંપનીઓને રોકાણકારોનો સંપર્ક કરવામાં અને ચુકવણી કરવામાં પણ મુશ્કેલી પડે છે. આ ફેરફારથી રોકાણકારો અને એસેટ મેનેજમેન્ટ કંપનીઓ બંનેને ફાયદો થશે. ભૂલોની શક્યતા ઓછી થશે પાલન સરળ બનશે અને વ્યવહારો વધુ સચોટ બનશે. જોકે, કેઆરએ ચકાસણીમાં 2-3 દિવસ લાગી શકે છે તેથી પ્રારંભિક રોકાણમાં થોડો વિલંબ થઈ શકે છે.

રોકાણકારો પાસેથી સૂચનો પણ માંગ્યા

સેબીએ નવા નિયમ પર રોકાણકારો પાસેથી સૂચનો પણ માંગ્યા છે. રોકાણકારોએ 14 નવેમ્બર, 2025 સુધી સેબીના વેબ પોર્ટલ પર તેમના પ્રતિસાદ શેર કરી શકે છે. જયારે વધુમાં એસેટ મેનેજમેન્ટ કંપની, કેઆરએ અને અન્ય બજાર મધ્યસ્થીઓને નિયમ લાગુ થયા પછી સમયસર અને સચોટ વ્યવહારો સુનિશ્ચિત કરવા મદદ થશે.

આ પણ વાંચો…બોન્ડ ટ્રેડિંગ વધારવા સેબી અને આરબીઆઇની વાટાઘાટ

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button