આમચી મુંબઈ

મેટ્રો-૩ના ૨૬ સ્ટેશનમાં ઍન્ટ્રી-ઍક્ઝિન, બસ-ટેક્સી-રિક્ષા સરળતાથી મળી એ માટે યોજના

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ: મુંબઈમાં મેટ્રો રેલનું નેટવર્ક સતત વિસ્તરી રહ્યું ત્યારે મેટ્રો સ્ટેશનના પરિસરમાં રાહદારીઓ સહિત પ્રવાસીઓને અવર-જવર કરવું સરળ રહે તેમ જ સ્ટેશનની નજીકથી જ રિક્ષા, ટેકસી અને બસ જેવી સુવિધાઓ ઉપલબ્ધ થઈ શકે તે માટે વધુ મોકળાશ ઊભી કરવાના પ્રયાસ મુંબઈ મહાનગરપાલિકાએ હાથ ધર્યા છે.

મેટ્રો રેલ પરિસરમાં આવેલા જંકશનોનું ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (ટીઓડી) અંતર્ગત મેપિંગ કરવાનું છે. મુંબઈ મેટ્રો-૩ અંતર્ગત આવતા ૨૬ રેલવે સ્ટેશન પરિસરના લગભગ ત્રણ કિલોમીટરના અંતરમાં આવતા રસ્તાને ટીઓેડી અંતર્ગત આવરી લેવાનો છે.

પાલિકાએ આના માટે ક્ધસ્લટન્ટની નિમણૂક કરી છે, જેમાં મેપિંગ અંતર્ગત રહેણાંક, કમર્શિયલ અને ઓફિસ બિલ્િંડગ વિસ્તારમાં રસ્તાનું બાંધકામ કરવું શક્ય બનશે. આને લીધે સ્ટેશનના એન્ટ્રી અને એક્ઝિટનો રસ્તો તેમ જ રાહદારીઓે માટે બસ, રિક્ષા, ટેક્સી સહિત અન્ય વાહનો સુધી પહોંચવાનો રસ્તો વધુ ખૂલ્લો થશે.

મેટ્રો રેલવે સ્ટેશનના પરિસરમાં અસ્તિત્વમાં રહેલી જમીનનો કરવામાં આવતા ઉપયોગને લગતું સર્વેક્ષણ કરીને દરેક મેટ્રો સ્ટેશનનો ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ (ટીઓડી) ઝોન અંતર્ગત સ્થાનિક સ્તરે વિકાસ કરવામાં આવશે. પાલિકાના પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ તરફથી તે માટે ક્ધસ્લટન્ટની નિમણૂક કરવામાં આવી છે અને તેની પાછળ આઠ કરોડ રૂપિયાનો ખર્ચ અપેક્ષિત છે.

પાલિકાના અધિકારીના જણાવ્યા મુજબ મુંબઈમાં મેટ્રો-૩ને ધ્યાનમાં રાખીને ક્ન્સ્લટન્ટ મારફત મેટ્રો સ્ટેશનનું મેપિંગ કરવામાં આવવાનું છેે. મેટ્રો- ૩ સ્ટેશનના પરિસરમાં વધુમાં વધુ ક્ષેત્રફળ એ ૧૨૦ હેકટર હોઈ ઓછામાં ઓછું ક્ષેત્રફળ ૮૯ ચોરસ મીટર છે. ૨૬ મેટ્રો સ્ટેશન માટે ૨૭૭૬ હેકટર વિસ્તાર જરૂરી છે. તેથી જમીનના ઉપયોગનો સર્વેક્ષણ કરવા માટે સરેરાશ વિસ્તાર એ ૧૦૬.૭૭ હેકટર જેટલો માનવામાં આવે છે.

મેટ્રો સ્ટેશન તરફ જતા રસ્તાનો વિચાર કરીએ તો ટીઓડીમાં સરેરાશ ત્રણ કિલોમીટર રોડ પ્રતિ સ્ટેશનનો વિચાર કરવામાં આવ્યો છે.

Also Read –

Show More

Related Articles

Back to top button
વિશ્વયુદ્ધ થાય તો કયા દેશ હશે સુરક્ષિત આ કારણોએ સિતારાઓની સ્મોકિંગ છોડાવી, તમે પણ છોડી દો પિતૃ પક્ષ દરમિયાન તુલસી સાથે જોડાયેલી આ ત્રણ ભૂલો ના કરતા નવરાત્રીના નવ રંગોની સૂચિ