આમચી મુંબઈમહારાષ્ટ્ર

બોલો, ચૂંટણી પંચે હવે આ લોકોને ફટકારી નોટિસ, જાણો કેમ?

મુંબઈ: શિક્ષકોને ચૂંટણી દરમિયાન ચૂંટણીની ફરજ સોંપવામાં આવતી હોય છે અને આ માટે પહેલા તેમને તાલીમ આપવા માટે તાલીમના કાર્યક્રમો એટલે કે ઇલેક્શન ટ્રેનિંગ કેમ્પ યોજવામાં આવતા હોય છે. જોકે, ચૂંટણી પંચ દ્વારા ગર્ભવતી, નિવૃત્ત થવાના હોય તેવા વૃદ્ધ તેમ જ દિવ્યાંગ શિક્ષકોને પ્રશિક્ષણ કાર્યક્રમોમાં હાજર ન રહેવા બદલ નોટિસ ફટકારી છે.

ચૂંટણી પંચ દ્વારા ફટકારવામાં આવેલા શૉ-કૉઝ એટલે કે કારણદર્શક નોટિસના કારણે શિક્ષકોમાં ભારે રોષની લાગણી છે. ચૂંટણી પંચની આ કાર્યવાહીની વિરુદ્ધ મહારાષ્ટ્ર સ્ટેટ શિક્ષણ ક્રાંતિ સંઘટના(એમએસએસકેએસ) દ્વારા બૉમ્બે હાઇ કોર્ટમાં ઘા નાંખવામાં આવી છે.

આપણ વાંચો: હેમા માલિની અંગે ટિપ્પણી કરવા બદલ કોંગ્રેસના નેતા સામે ચૂંટણી પંચે કરી કાર્યવાહી

શારીરિક રીતે દિવ્યાંગ એક પાલઘરના શિક્ષકે આ વિશે પોતાની નારાજગી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે મેં ડિસ્ટ્રીક્ટ કલેક્ટર મારફત ચૂંટણી પંચને મને ચૂંટણીની ફરજમાંથી મુક્તિ આપવાની અરજી કરી હતી, કારણ કે હું લાંબા સમય સુધી ઊભી કે બેસી શકું તેમ નથી. મેં તેમને ઘણા દૂર આવેલા સ્થળે ફરજ પર ન મોકલવાની વિનંતી પણ કરી હતી, પરંતુ મને જે સ્થળે ફરજ સોંપવામાં આવી તે મારા ઘરથી 25 કિલોમીટર દૂર છે.

એમએસએસકેએસ દ્વારા ચૂંટણી પંચને કેન્સર જેવા ગંભીર રોગ ધરાવનારા, દિવ્યાંગ, ગર્ભવતી, વૃદ્ધ શિક્ષકોને ચૂંટણીની ફરજમાંથી રાહત આપવા માટે પત્ર પણ લખ્યો હતો. જોકે, તેમની પરેશાની સમજ્યા વગર જ ચૂંટણી પંચે તે શિક્ષકોની અરજી ફગાવી દીધી હોવાનો એમએસએસકેએસનો આરોપ છે. જેને પગલે હવે હાઇ કોર્ટમાં અરજી કરવામાં આવી છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button