આમચી મુંબઈ

બોલો, ઐસા ભી હોતા હૈઃ મુંબઈથી પનવેલ માત્ર ૯ મિનિટમાં?!

મુંબઈઃ બુલેટ ટ્રેનની ઝડપનો અહેસાસ કરાવતી આ હેડલાઈન વાંચીને જો તમને આશ્ચર્ય થયું હોય તો જણાવી દઈએ કે રાજ્ય પરિવહન (એસટી) નિગમની વેબસાઇટ પર આ માહિતી આપવામાં આવી છે. સામાન્ય રીતે મુંબઈથી પનવેલ રોડની મુસાફરીમાં ઓછામાં ઓછો દોઢ કલાકનો સમય લાગે છે.

જો તમે ટ્રાફિક જામમાં ફસાઈ જાઓ તો આ મુસાફરીમાં બે કલાક લાગે છે. જોકે, એસટી રિઝર્વેશનની વેબસાઈટ પરના ટાઈમટેબલ મુજબ મુંબઈથી પનવેલની સફર માત્ર નવ મિનિટમાં પૂરી થતી હોવાનું દર્શાવવામાં આવ્યું છે!
રિઝર્વેશનની વેબસાઇટમાં જણાવ્યા અનુસાર મુંબઈ સેન્ટ્રલથી નારાયણગાંવ જતી એસટી બસ મુંબઈ સેન્ટ્રલથી સવારે ૬.૧૫ વાગ્યે ઉપડે છે. તે વાશી આગાર ૬.૧૯ વાગ્યે પહોંચે છે, જ્યારે પનવેલનો સમય ૬.૨૪ છે. પ્રવાસીઓ ટાઈમટેબલ અનુસાર ઘરેથી નીકળી જાય છે, પરંતુ એસટી એકથી બે કલાક મોડી આવતી હોવાથી પ્રવાસીઓને રાહ જોવી પડે છે.

આરક્ષણ વેબસાઇટ પરનો સમય ખોટો છે. બીજી તરફ, ડેપો અથવા સ્ટેશનથી ઉપડતી ઘણી બસો રિઝર્વેશન વેબસાઇટ પર દેખાતી નથી. એસટી બસો મર્યાદિત હોવાથી ઉપલબ્ધ બસોનુ રિઝર્વેશન ભરેલું જણાય છે. આ કારણે ઘણા મુસાફરો જણાવે છે કે એસટી મુસાફરીના આરક્ષણનો ખરાબ અનુભવ છે.

એસટી નિગમની નવી મોબાઈલ એપ અને વેબસાઈટ પર રિઝર્વેશન કરતી વખતે સીટ પસંદ કર્યા બાદ ખાતામાંથી પૈસા કપાઈ જાય છે. પરંતુ ટીકીટ બુક ન થતી હોવાની ફરિયાદ પણ લોકો કરે છે.

મુંબઈ-કોલ્હાપુર જેવી લાંબા અંતરની એસટી બસો વેબસાઈટ પર દેખાતી નથી. કુલ ટ્રેનમાંથી માત્ર ૩૦ ટકા જ પેસેન્જર રિઝર્વેશન માટે ઉપલબ્ધ છે. આ એપ્લિકેશન અને વેબસાઇટમાં સુધારણા માટે ઘણો અવકાશ છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button